હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ, 16 ડિસેમ્બરે કોર્ટની ચૂંટણી યોજાશે
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણમાં 16 ડિસેમ્બરે યુનિવર્સિટી કોર્ટ (સેનેટ)ની 48 બેઠકો માટે ચૂંટણી યોજાશે, જેમાં 15 વિધાનસભા મતવિસ્તારના કુલ 18031 મતદારો મતદાન કરશે.
યુનિવર્સિટી દ્વારા અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરી યુનિવર્સિટી પોર્ટલ પર મુકવામાં આવી છે. આ મતદાર યાદી 24 નવેમ્બરથી વેચાણ માટે પણ ઉપલબ્ધ થશે. તેમ યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું હતું. યુનિવર્સિટી કોર્ટની વિવિધ 15 વિધાનસભા બેઠકોની કુલ 48 બેઠકો માટે 16મી ડિસેમ્બરે મતદાન યોજાશે. આ ચૂંટણીમાં 15 મતવિસ્તારના કુલ 18031 મતદારો મતદાન કરશે. યુનિવર્સિટીની મતદાર યાદી વેબસાઈટ પર મૂકવામાં આવી છે જ્યાં કોઈપણ વ્યક્તિ પોતાનું નામ ચકાસી શકે છે. સેનેટની કુલ 15 બેઠકો માટે 16 ડિસેમ્બરે મતદાન થશે.
આ માટે 3 નવેમ્બરે કાચી મતદાર યાદી પ્રસિદ્ધ થયા બાદ 20 નવેમ્બરે આખરી મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ચૂંટણી અંતર્ગત 24 નવેમ્બરથી 28 નવેમ્બર સુધી ઉમેદવારી પત્રો મેળવી અને સબમિટ કરી શકાશે. ઉમેદવારી પત્રોની ચકાસણી 29 નવેમ્બરે થશે અને ઉમેદવારી પત્રો પરત ખેંચવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર રહેશે. ચૂંટણી ઉમેદવારીની અંતિમ સૂચના 5મી ડિસેમ્બરે પ્રસિદ્ધ કરવામાં આવશે અને ચૂંટણી 16મી ડિસેમ્બર 2022ના રોજ સવારે 11:00 થી સાંજના 5:00 વાગ્યા સુધી યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના 27 મતદાન મથકો પર યોજાશે. 18મી ડિસેમ્બરે સવારે 11 વાગ્યાથી યુનિવર્સિટી કેમ્પસમાં મતગણતરી હાથ ધરાશે અને પરિણામ જાહેર થશે.
ચૂંટણીમાં રજિસ્ટર્ડ સ્નાતક મતદારો અને ગવર્નિંગ બોડીના મતદારોને યુનિવર્સિટી દ્વારા આઈ-કાર્ડ આપવામાં આવશે. માધ્યમિક શિક્ષક અને મુખ્ય શિક્ષકની સાથે, દાતાની પસંદગી પોસ્ટ દ્વારા કરવામાં આવશે. આ માટે તેમને બેલેટ પેપર મોકલવામાં આવશે. સમગ્ર ચૂંટણી મતદાન પ્રક્રિયા સિંગલ બેલેટ સિસ્ટમનો ઉપયોગ કરીને હાથ ધરવામાં આવશે. યુનિવર્સિટી કોર્ટ (સેનેટ)ની 48 બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં નોંધાયેલા સ્નાતકોની 8 બેઠકો (આર્ટસ, કોમર્સ, સાયન્સ, લો, મેનેજમેન્ટ, એજ્યુકેશન, હોમ સાયન્સ, રૂરલ સ્ટડીઝ અને મેડિસિન) માટે કુલ 18031 મતદારો નોંધાયા હતા.