વડાલીના બજરંગપુરા વિસ્તારમાં ખુલ્લા ગટરમાંથી લોકોમાં રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે.
વડાલીના બજરંગપુરા વિસ્તારમાં ખુલ્લી ગટર, ગંદકીની અસહ્ય દુર્ગંધ અને મચ્છરજન્ય રોગચાળા અને પાલિકાની ઘોર બેદરકારીના કારણે રાહદારીઓ ખુલ્લા ગટરમાં પડી જવાની ભીતિના કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભાજપ શાસિત નગરપાલિકામાં અસ્તવ્યસ્ત વહીવટ બહાર આવ્યો છે.
બજરંગપુરા વિસ્તારમાં નગરપાલિકાના કોમ્યુનિટી હોલ પાસેના નાળાઓમાં પાણી અને કચરો ભરાઈ જવાના કારણે ખુલ્લી ગટરોની સફાઈ ન થવાના કારણે લોકો મચ્છરજન્ય રોગોનો ભોગ બની રહ્યા છે. બજરંગપુરા વિસ્તારમાં રહેતા લોકો ગંદકીના કારણે અસહ્ય મચ્છરો અને દુર્ગંધથી પરેશાન છે. રાહદારીઓ ખુલ્લા ગટરમાં પડી જવાના બનાવો અવારનવાર બની રહ્યા છે. ફરીથી ખુલ્લી ગટરોને ઢાંકી દેવાની પ્રજાની માંગ ઉઠી છે પરંતુ સ્વચ્છતા નિરીક્ષક સહિત પાલિકાના અધિકારીઓ કુંભકર્ણની જેમ ગાઢ નિંદ્રામાં જોવા મળી રહ્યા છે. ત્યારે વડાલી નગરપાલિકાનો વહીવટ સાવધાની સાથે ચલાવવાની લોક ચર્ચાએ જોર પકડ્યું હતું.