સાણોદા પ્રા. શાળાના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનમેળામાં મેટ્રો ટ્રેનની કૃતિ રજૂ કરી.*
*કૃતિનું નામ :-* મેટ્રો ટ્રેન
*હેતુ :-* આજના આધુનિક યુગમાં વિજ્ઞાનની વાહનવ્યવહાર ક્ષેત્રે પ્રગતિ.
*વૈજ્ઞાનિક સિધ્ધાંત :-* વિદ્યુત ઊર્જાનું યાંત્રિક ઊર્જામાં રૂપાંતર.
*સાધન સામગ્રી :-* પતરાનો વેસ્ટ ડબો, કાતર, ઓઇલ પેઈન્ટ, વગેરે.
આજ ના આધુનિક યુગમાં વિજ્ઞાને વાહનવ્યવહાર ક્ષેત્રે ઘણી પ્રગતિ કરી છે. આજ ના સમયમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે આપણે ઘણાં બધા પ્રકારનાં વાહનવ્યવહારનો ઉપયોગ કરી શકીયે છીએ. સમયની સાથે તાલ મીલાવવા માનવી ઝડપી બન્યો છે. આમ, એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પહોંચવા માટે ઝડપી ટ્રેન નો ઉપયોગ કરી શકાય છે.
*ટ્રેનનું ઉદ્દઘાટન :-*
4 માર્ચ 2019 (વસ્ત્રાલથી એપરેલ પાર્ક- 6.5 km)
2 ઓક્ટોબર 2022 (થલતેજ થી વસ્ત્રાલ- 21 km)
*મેટ્રો પ્રોજેક્ટનું સંચાલન :-* GMRC (ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન)
*તબક્કો-1 :-* કુલ 40.03 km છે. અત્યારે વસ્ત્રાલથી એપરેલ પાર્ક- 6.5 km કાર્યરત છે.
*તબક્કો-2 :-* કુલ 28.2 km છે. હજુ બાંધકામ ચાલુ છે.
ગાંધીનગરથી અમદાવાદને જોડતો માર્ગ છે.
મોટેરા સ્ટેડિયમથી મહાત્મા મંદિર (22.8 km)
ગુજરાત નેશનલ લો યુનિવર્સિટિથી ગિફ્ટ સિટિ (5.4 km)
*મેટ્રો ટ્રેનના કોરિડોર :-*
ઉત્તર-દક્ષિણ કોરિડોર :- લાલ લાઇન
પૂર્વ-પશ્વિમ કોરિડોર :- બ્લૂ લાઇન
GNLU- ગિફ્ટ સિટિ :- પર્પલ લાઇન
*ટ્રેનની લાક્ષણિક્તા :-*
હાઇ પાવર ઇમરજન્સી બ્રેકીંગ સિસ્ટમ
ઓટોમેટીક ફાયર એલાર્મ
વજનમાં હલકી તથા મજબૂત
આધુનિક કોચ.
એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પહોંચાય છે.( લઘુતમ સ્પિડ :-33km/h, મહત્તમ સ્પિડ:-80km/h)
*પેસેન્જરને મળતી આધુનિક સુવિધા :-*
ખૂબ જ ઓછી ટિકિટ ( Rs.25)
આરામદાયક સીટ
એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી પહોંચાય છે.( લઘુતમ સ્પિડ :-33km/h, મહત્તમ સ્પિડ:-80km/h)
સમયનો બચાવ થાય છે.
આધુનિક ટ્રેનનો લાભ મળે છે.