ગુજરાત

ડિસેમ્બરમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, ઘણા શહેરોમાં તાપમાન ઝડપથી ઘટવા લાગ્યું

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પહાડોમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છેદેશના ઘણા ભાગોમાં નવેમ્બર મહિનાથી જ શિયાળાનો અનુભવ શ થઈ ગયો છે. સવારે ઉઠા બાદ લોકોને ઘરની બહાર નીકળવા માટે ભારે સંઘર્ષ કરવો પડે છે. હાલની Âસ્થતિ જાતા એવું લાગે છે કે ડિસેમ્બરમાં વિક્રમજનક ઠંડી પડવાની છે.

દરમિયાન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પહાડોમાં હિમવર્ષા શ થઈ ગઈ છે, જેના કારણે ઉત્તર ભારતના ઘણા શહેરોના તાપમાનમાં ઘટાડો થયો છે. આ હિમવર્ષાની અસર કાશ્મીરથી લઈને યુપી સુધી જાવા મળી રહી છે. હિમાચલ, ઉત્તરાખડં અને કાશ્મીરના પહાડો પર પણ હળવી હિમવર્ષા શ થઈ ગઈ છે. બીજી તરફ દિલ્હી, હરિયાણા, યુપી, બિહાર, રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત સમગ્ર ઉત્તર પશ્ચિમ અને પૂર્વેત્તર રાયોમાં ઠંડી વધવા લાગી છે. ઉત્તર પ્રદેશ, દિલ્હી અને હિમાચલમાં પણ સવાર-સાંજ ધુમ્મસ જાવા મળી રહ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે એટલે કે ૨૨ નવેમ્બરે દિલ્હીમાં લઘુત્તમ તાપમાન ઘટીને ૮.૯ ડિગ્રી સેÂલ્સયસ થઈ ગયું છે, યારે મહત્તમ તાપમાન ૨૭.૩ ડિગ્રી સેÂલ્સયસ નોંધાયું છે. બીજી તરફ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌની વાત કરીએ તો અહીં લઘુત્તમ તાપમાન ૧૩ ડિગ્રી સેÂલ્સયસ અને મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રી સેÂલ્સયસ છે. હિમાચલની રાજધાની શિમલાની વાત કરીએ તો અહીં લઘુત્તમ તાપમાન એક ડિગ્રી સેÂલ્સયસ અને મહત્તમ તાપમાન ૧૩ ડિગ્રી સેÂલ્સયસ છે. ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનની વાત કરીએ તો અહીં લઘુત્તમ તાપમાન ૧૨ ડિગ્રી સેÂલ્સયસ અને મહત્તમ તાપમાન ૨૩ ડિગ્રી સેÂલ્સયસ છે. બિહારની રાજધાની પટનાની વાત કરીએ તો અહીં લઘુત્તમ તાપમાન ૧૪ ડિગ્રી સેÂલ્સયસ અને મહત્તમ તાપમાન ૨૮ ડિગ્રી સેÂલ્સયસ છે.
હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં એવા ઘણા વિસ્તારો છે યાં તાપમાન શૂન્યથી નીચે નોંધાઈ રહ્યું છે. સાથે જ હવામાનશાક્રીઓએ જણાવ્યું છે કે હાલમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમ તરફ ચાલી રહી છે. પહાડો પર હિમવર્ષાની અસર રાજધાની દિલ્હી તેમજ એનસીઆરના શહેરોમાં દેખાઈ રહી છે, જેના કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો જાવા મળી રહ્યો છે. તે જ સમયે, આજે તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલ, લક્ષદ્રીપ, કેરળના વિવિધ ભાગોમાં વીજળી અને ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે. હાલમાં યુપી-બિહાર સહિત ઉત્તર-પૂર્વના રાયોમાં વરસાદની કોઈ શકયતા નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x