ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કુલ ૧૮૨ બેઠકો માટે ૧૬૨૧ ઉમેદવારો મેદાનમાં

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં કુલ ૧૮૨ બેઠકો માટે ૧૬૨૧ ઉમેદવારો મેદાનમાં,પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો પર કુલ ૭૮૮ ઉમેદવારો બીજા તબક્કામાં ૯૩ બેઠકો પર કુલ ૮૩૩ ઉમેદવારો

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે દરેક રાજકીય પાર્ટી ગુજરાતની ‘ગાદી’ જીતવા પ્રચાર અને પ્રસાર થકી મતદારોની નજીક પહોંચી રહ્યા છે. આ બધાની વચ્ચે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ છે. જેમાં પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો પર કુલ ૭૮૮ ઉમેદવારો નોંધાયા છે, જ્યારે બીજા તબક્કામાં ૯૩ બેઠકો પર કુલ ૮૩૩ ઉમેદવારો નોંધાયા છે.
૨૧ નવેમ્બરે બીજા તબક્કાના ઉમેદવારોએ ફોર્મ પાછુ ખેંચવાની અંતિમ તારીખ હતી. જેમાં બીજા તબક્કામાં ૪૦૦થી વધુ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા છે. જેથી બંને તબક્કાની ૧૮૨ બેઠકો માટે કુલ ૧૬૨૧ ઉમેદવારો હાલ મદાનમાં છે તેમ કહી શકાય.મહત્વનું છે કે, ૧ ડિસેમ્બરે પ્રથમ અને ૫ ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે.
વિધાનસભાના ચૂંટણી સંગ્રામમાં બરાબરની લડાઇ જામી છે. ચૂંટણીમાં આ વખતે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે Âત્રપાંખિયો જંગ જાવા મળશે. એક તરફ ભાજપે પ્રચારમાં કેન્દ્રીય નેતાઓની ફોજ ઉતારી છે, તો બીજી તરફ કોંગ્રેસ અને આપના ટોચના નેતાઓ મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે.
ચૂંટણીના રણમેદાનમાં એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તો બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પ્રચારમાં ઉતર્યા છે. દક્ષિણ ગુજરાતના રણમેદાનમાં આદિવાસીઓની સમસ્યાઓને લઇને રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી વચ્ચે વાકયુદ્ધ છેડાયું હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, છેલ્લા ૨૦ વર્ષમાં ગુજરાતમાં આદિવાસીઓના વિકાસ માટે ખુબ કામગીરી થઇ. જેની સામે રાહુલ ગાંધી કહ્યું કે, ભાજપની નજર આદિવાસીઓના જંગલ અને જમીન પર છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x