રાજ્યમાં ઠંડીનું જાર વધ્યું, લઘુત્તમ તાપમાનનો પારો ૨થી ૩ ડિગ્રી ગગડ્યો
રાજ્યમાં ઠંડીનું જાર વધ્યુ છે. જેમાં લઘુત્તમ તાપમાનનો પારો ૨થી ૩ ડિગ્રી ગગડ્યો છે. તથા મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન ૨૦થી નીચે છે. તેમજ અમદાવાદમાં લઘુત્તમ તાપમાન ૧૭.૪ ડિગ્રી નોંધાયું છે.
ઉલ્લેખનીય છે કે રાજકોટમાં ૧૮ ડિગ્રી, ભાવનગરમાં ૨૦.૫ ડિગ્રી નોંધાયું છે. જેમાં જામનગર ૧૭ ડિગ્રી સાથે ઠંડુગાર બન્યું છે. તેમાં રાજ્યમાં ઉત્તર પૂર્વના પવનો ફૂંકાયા છે. જેમાં મોડી રાતથી લઘુતમ તાપમાનનો પારો ૨થી ૩ ડિગ્રી ગગડ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાન ૨૦થી નીચું નોંધાયું છે.
ભાવનગરમા ચોમાસાની સત્તાવાર વિદાય બાદ હજુ શિયાળાની જાઈએ એવી જમાવટ થઈ નથી. છેલ્લા બે દિવસથી લઘુતમ તાપમાનનો પારો ૧૬.૬ ડિગ્રીએ Âસ્થર રહેતા રાÂત્રના ઠંડીનો ચમકારો અનુભવવા મળ્યો હતો. બીજી તરફ મહત્તમ તાપમાન ૩૦.૪ ડિગ્રી Âસ્થર રહેતા દિવસે હજુ ધીમીગતિએ પંખા શરૂ રાખવા પડે છે. શિયાળાની શરૂઆત બાદ હજુ ડબલ ઋતુ અનુભવવા મળે છે. દિવસે ગરમીનો અહેસાસ થાય છે. જ્યારે રાત્રે ધીમીગતિએ ઠંડી જામતી જાય છે. હવામાન સુત્રો મુજબ આજે ભેજનુ પ્રમાણ ૩૪ ટકા અને પવનની ઝડપ ૧૨ કિ.મી.પ્રતિકલાક રહેવા પામી હતી. લોકોએ ગરમ વ†ોમા લપેટાઈ રહેવુ પડે એવો માહોલ હજુ જાવા મળ્યો નથી.