થરાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવારના સમર્થનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને વિજય વિશ્વાસ સંમેલન સભા યોજાઈ હતી…
બનાસકાંઠા જિલ્લામાં વિધાનસભાની નવ બેઠકો પર ચૂંટણીની શરૂઆત થઈ છે ત્યારે ભાજપ કોંગ્રેસ દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ દોર શરૂ કરવામાં આવી રહ્યો છે ત્યારે થરાદ બેઠક પર ભાજપના ઉમેદવાર શંકર ચૌધરીના સમર્થનમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની ઉપસ્થિત માં થરાદ ગાયત્રી વિધાલય આંજણા સમાજ પટેલ બોર્ડિંગ ખાતે વિજય વિશ્વાસ સંમેલન સભા યોજાઈ હતી જેમાં અમિત શાહે સભાને સંબોધન કરતાં જણાવ્યું હતું કે ભાજપની સરકારમાં બનાસકાંઠા જિલ્લામાં વિકાસ થયો છે જેવી અનેક પ્રકારની યોજનાઓ કે વીજળી નર્મદા નહેર રોડ રસ્તા કોરોના મહામારીના લોકડાઉન સમયે લોકોને અઢી વર્ષ સુધી મફત રાશન તેમજ વેકસીન વગેરે યોજનાઓ બાબતે સંબોધન કરી કોંગ્રેસ પર પ્રહારો કરી ભાજપના ઉમેદવાર શંકર ચૌધરી તેમજ વાવ બેઠકના સ્વરૂપજી ઠાકોરને ખુબજ મોટી લીડથી જીતાડવા અપીલ કરવામાં આવી હતી
થરાદ ખાતે યોજાયેલી વિજય વિશ્વાસ સંમેલન સભામાં બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલ, મધ્યપ્રદેશ ભાજપના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, રાજસ્થાન વિધાનસભા વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રસિંહ રાઠોડ, રાણીવાડા ધારાસભ્ય જીવારામ ચૌધરી, જોગારામ કુપાવત, માવજીભાઈ પટેલ, ગુમાનસિંહજી ચૌહાણ, બાબરાભાઈ પટેલ, જીવરાજભાઈ પટેલ, ઉમેદસિંહજી ચૌહાણ, બનાસ બેન્ક ડિરેકટર શૈલેષભાઇ પટેલ, અજયભાઈ ઓઝા, અર્જુનસિંહજી વાઘેલા સહિત સ્થાનિક ભાજપના હોદેદારો કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં તાલુકામાંથી જનમેદની ઉમટી પડી હતી ત્યારે ભાજપના ઉમેદવાર ને જીતડવાની ખાત્રી આપી હતી