ઉમેદગઢ ગામે પરિવાર ધ્વારા ત્યજી દેવામા આવેલ વરિષ્ઠ નાગરિકોને આસરો મળી રહે તે માટે આશ્રય સ્થાનનુ ઉદઘાટન કરવામા આવ્યુ
સેરેનીટી ફાઉન્ડેશન સંચાલિત આશ્રય સમાજમાં એવા જરૂરિયાતમંદ વરિષ્ઠ નાગરિકો છે જેમને કુટુંબમાથી ત્યજી દેવાયા છે અથવા એકલા પડી ગયેલા છે જેમના માથે જીવનના અંતિમ તબક્કામાં છાપરૂ નથી કે કુટુંબીજનોનો સહવાસ નથી જે તિરસ્કૃત થયેલ છે તેવા લોકોને માન સન્માનથી સંપૂર્ણ સુરક્ષા સાથે રહેવા માટે આસરો મળી રહે તે માટેના શુભ આશયથી આશ્રયનુ નિર્માણ કરવામા આવેલ છે જે આશ્રય સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાના ઇડર થી વલાસણા માર્ગ ઉપર ૧૧ કિ.મી. દૂર આવેલ ઉમેદગઢ ગામે ઉમેદગઢ ગામના વતની અને મુંબઇ સ્થિત વિનોદભાઇ ઠાકરે આજથી પાંચ વર્ષ પૂર્વ સેરેનીટી ફાઉન્ડેશનની સ્થાપના કરી આશ્રય ની રચનાનુ એક સમાજ ઉપયોગી ઉમદાકાર્યનુ સ્વપ્ન જોયેલુ જે તેઓના અથાગ પરિશ્રમથી ઉમેદગઢ ગામની વચ્ચે હાઇસ્કુલ ની પાછળ નદી કિનારે ૧૦ હજાર ચો.ફૂટ જગ્યામા નિર્માણ પામેલ છે તેમા ડોરમેટરી સહિત ૧૦ આધુનિક સગવડ વાળા રૂમો આવેલ છે સંકુલમા પ્રાર્થના હોલ, પુસ્તકાલય, ભોજનાલય, એમ્બ્યુલન્સની સગવડ સાથે પ્રાથમિક ઉપચાર કેન્દ્ર ઉપરાંત ધ્યાનયોગ કેન્દ્ર અને બગીચો પણ બનાવવામાં આવેલ છે
આશ્રય સંસ્થાના પ્રથમ તબક્કાના મકાનનુ બાંધકામ પૂર્ણ થઇ જતા સંસ્થાના સ્થાપક અને સંચાલક વિનોદભાઇ ઠાકરના સ્વપ્ન ને મૂર્તિમંત કરવા તા ૨૧-૧૧-૨૦૨૨ સોમવારના રોજ નવીન મકાનનુ લોકાર્પણ કાર્યક્રમ રાખવામા આવ્યો હતો