બુટલેગરોનો સતત પ્રયત્ન નિષ્ફ્ળ : અરવલ્લી જિલ્લા પોલીસે ત્રણ વાહનો માંથી 3.69 લાખનો દારૂ ઝડપ્યો, બે બુટલેગરોને દબોચ્યા
અરવલ્લી ગુજરાતની વિધાનસભાની ચૂંટણી બુટલેગરો માટે દિવાળી સાબિત થઇ રહી છે. કારણે ઠેર-ઠેર દારૂના ભાવ ત્રણ ગણા થઇ ગયા છે. બુટલેગરો પોતાના રિસ્ક પર દારૂનો ધંધો કરી રહ્યા છે.અરવલ્લી જીલ્લાના અંતરિયાળ માર્ગો પરથી બુટલેગરો વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ ઘુસાડવા મરણીયા બન્યા છે અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર અને ક્રાઇમ બ્રાન્ચ બુટલેગરોની ખેપ નિષ્ફ્ળ બનાવવા સતત દોડાદોડી કરી રહી છે
અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ મેઘરજ પોલીસે આઈ-20 કારમાંથી 1.91 લાખનો, મોડાસા રૂરલ પોલીસે ટીંટીસર ગામ નજીક સીએનજી રિક્ષામાંથી 40 હજારથી વધુનો અને એલસીબી પોલીસે મેઘરજના લખાપુર ગામ નજીક ટેમ્પો માંથી 1.38 લાખનો દારૂ ઝડપી લીધો હતો બે બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલી દઈ રૂ.15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે