ગુજરાત

સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા અમૂલ દૂધના પાઉચ ઉપર મતદાન જાગૃતિ માટે અમુલ દૂધ ની થેલી પર મતદાન ની અપીલ કરી

અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022 મતદાન ૫ ડિસેમ્બરે યોજાશે. આ દિવસે વધુમાં વધુ મતદારો પોતાનો અમૂલ્ય મત આપે અને લોકશાહીના આ મહા પર્વમાં સહભાગી બને તે ઉદ્દેશ્યથી વહીવટી તંત્ર દ્રારા અનેક મતદાન જાગૃતિ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે સાબરકાંઠા-અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે જીવાદોરી સમાન સાબર ડેરી દ્વારા અમૂલ દૂધના પાઉચ ઉપર મતદાન જાગૃતિ અંગે અવસર લોકશાહીનો- “ચાલો સંકલ્પ લઈએ, અવશ્ય મતદાન કરીએ”-ની અપીલ કરવામાં આવી છે. જેથી ઘરે-ઘેર આ દૂધના પાઉચ થકી પહોંચીને લોકોને મતદાન અંગે જાગૃત કરી શકાય. દરેક વ્યક્તિને મતદાન કરવા પ્રેરણા મળે તેમ જ મતદાનના દિવસે પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના અવસરમાં પોતે સહભાગી બની લોકશાહીની સૌથી મોટી ફરજ નિભાવી શકે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x