રેલવેએ ૧૬ મહિનામાં ૧૭૭ કર્મચારીઓને કાઢી મૂક્યા
રેલવેએ ૧૬ મહિનામાં ૧૭૭ કર્મચારીઓને નિકાળ્યા છે. અધિકારીઓને બતાવ્યું કે જુલાઇ, ૨૦૨૧થી દર ત્રણ દિવસે એક ભ્રષ્ટ અધિકારી અથવા નોન-પરફોર્મરને બહાર નિકાળ્યા છે. અત્યાર સુધીમાં ૧૩૯ અધિકારીઓને વોલન્ટરી રિટાયરમેન્ટ લેવા માટે મજબૂર કરવામાં આવ્યા, જ્યારે ૩૮ને સર્વિસમાંથી હટાવ્યા છે.
અધિકારીઓએ કહ્યું કે ૧૩૯માંથી કેટલાક અધિકારી એવા છે, જેમને પ્રમોશન નહીં મળવાથી કે રજા પર મોકલવા પર રાજીનામું આપ્યું હતું કે ફઇજીનો વિકલ્પ પસંદ કર્યો. આમાં એવા પણ મામલા છે, જ્યાં તેમને રિટાયરમેન્ટનો વિકલ્પ પસંદ કરવા માટે મજબૂર કરવાના સંજાગો ઊભા કરવામાં આવ્યા.
એક અધિકારીએ જાણકારી આપી કે બે સિનિયર ગ્રેડ અધિકારીઓને બુધવારને છૂટા કરવામાં આવ્યા. એમાંથી એકને સીબીઆઇએ પાંચ લાખ રૂપિયાની લાંચની સાથે હૈદરાબાદમાં, જ્યારે બીજાને ત્રણ લાખ રૂપિયા સાથે રાંચીમાં પકડ્યો હતો. તેમણે બતાવ્યું કે રેલવે મંત્રી અÂશ્વની વૈષ્ણવના પરફોર્મન્સને લઇને આપવામાં આવેલા પોતાના સંદેશ ‘કામ કરો અથવા ઘેર બેસો’ને લઇને બહુ સ્પષ્ટ છે.
અધિકારીઓએ બતાવ્યું- અમે જુલાઇ ૨૦૨૧થી દર ત્રણ દિવસે રેલવેના એક ભ્રષ્ટ અધિકારીને બહાર કાઢ્યો છે. તેના માટે રેલવેએ કાર્મિક અને પ્રશિક્ષણ સેવા નિયમોના નિયમ ૫૬ (જે)નો ઉપયોગ કર્યો છે, જે કહે છે કે એક સરકારી કર્મચારીને કમસે કમ ૩ મહિનાની નોટિસ અથવા સમાન સમયમાં ચૂકવણું કર્યા બાદ રિટાયર કે બરખાસ્ત કરી શકાય છે.
અધિકારીઓના અનુસાર, આ પગલું કામ નહીં કરનારાને બહાર નિકાળવાના કેન્દ્રના પ્રયાસનો હિસ્સો છે. અÂશ્વની વૈષ્ણવે જુલાઇ ૨૦૨૧માં રેલવે મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા પછી અધિકારીઓને વારંવાર ચેતવણી આપી કે જા તેઓ સારું પ્રદર્શન નથી કરતા તો વીઆરએસ લઇને ઘરે બેસી જાય. સૂત્રો અનુસાર જે લોકોને વીઆરએસ લેવા માટે મજબૂર કરવામાં આવ્યા કે બરખાસ્ત કરવામાં આવ્યા, તેમાં વધુ પડતા ઇલેÂક્ટ્રકલ અને સિગ્નલિંગ, ચિકિત્સા અને સિવિલ સેવાઓના અધિકારી અને સ્ટોર, પરિવહન અને મિકેનિકલ વિભાગના કર્મચારી સામેલ છે.
વોલન્ટરી રિટાયરમેન્ટ હેઠળ, એક કર્મચારીની શેષ સેવાના દર વર્ષના બે મહિનાના વેતન બરાબર વેતન આપવામાં આવે છે. પરંતુ કમ્પલસરી રિટાયરમેન્ટમાં સમાન લાભ ઉપલબ્ધ નથી. મૌલિક નિયમો અને સીસીએસ(પેન્શન) નિયમ, ૧૯૭૨માં સમય પહેલાં રિટાયરમેન્ટ સંબંધિત નિયમો હેઠળ ઉપયુક્ત પ્રાધિકારીને નિયમ સીસીઓસ (પેન્શન) નિયમાવલી, ૧૯૭૨, જેવો મામલો હોય, કદાય જનહિતમાં આવું કરવું આવશ્યક છે, તો સરકારી કર્મચારીને રિટાયર કરવાનો પૂરો અધિકાર છે.