ગુજરાત

પ્રથમ તબક્કાની વિધાનસભા બેઠકના ૭૮૮ ઉમેદવારોમાંથી ૧૬૭ ઉમેદવારો ૨૧ ટકા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે

ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ને લઈને એડીઆર અને ગુજરાત ચૂંટણી વોચ દ્વારા પ્રથમ તબક્કાના ઉમેદવારોનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં ચૂંટણીના પ્રથમ તબકકાના ઉમેદવારોના લેખા જાખા છે. એસોસિએશન ફોર ડેમોક્રેટીક રિફર્મ દ્વારા આ ઉમેદવારોના ગુનાહિત ઇતિહાસનો રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.આ સાથે, ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અને મિલકતનો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે.

આ રિપોર્ટમાં પ્રથમ તબક્કાની ૮૯ વિધાનસભાના ૭૮૮ ઉમેદવારોના સોગંદનામાંનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કાની વિધાનસભા બેઠકના ૭૮૮ ઉમેદવારોમાંથી ૧૬૭ ઉમેદવારો (૨૧ ટકા) ગુનાઓ ધરાવે છે. જેમાં આ ૧૬૭ ઉમેદવારમાંથી ૧૦૦ (૧૩ ટકા) સામે ગંભીર ગુનાઓ દાખલ છે. જણાવી દઈએ કે, ૨૦૧૭માં પ્રથમ તબક્કામાં ઉભા રહેલા ૯૨૩ ઉમેદવારોમાંથી ૧૩૭ ઉમેદવાર (૧૫ ટકા) ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા, જ્યારે ૨૦૧૭માં ૭૮ ઉમેદવારો (૮ ટકા) ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. આમ, ૨૦૧૭ કરતા ૨૦૨૨માં ગંભીર ગુનાઓના ઉમેદવાર વધુ જાવા મળી રહ્યા છે. જણાવી દઈએ કે, પ્રથમ તબક્કામાં ૭૧૯ પુરુષ સામે ૬૯ મહિલાઓ મેદાનમાં છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટીક રિફર્મના આ રિપોર્ટમાં પ્રથમ તબક્કાની બેઠકના ૨૭ ટકા એટલે કે, ૨૧૧ ઉમેદવારો કરોડ પતિ હોવાનું સામે આવ્યું છે. જેમાં, ઉમેદવારોની ૨.૮૮ કરોડ સરેરાશ મિલકત ધરાવે છે. આમ આદમી પાર્ટીના કુલ ૮૮ ઉમેદવારોમાંથી ૨૬ (૩૦%), કોંગ્રેસના કુલ ૮૯ મેદવારો પૈકી ૧૮ (૨૦%), ભાજપના ૮૯માંથી ૧૧ (૧૨%) અને મ્્‌ઁ ના ૧૪ ઉમેદવારો પૈકી ૧ (૭%) ઉમેદવારો ગંભીર ગુનાઓ ધરાવે છે.
પ્રથમ તબક્કાની ૮૯ બેઠક પર કુલ ૯ ઉમેદવારની સામે મહિલાઓ સામે અત્યાચારના ગુનાઓ દાખલ છે. આ ઉપરાંત, ૩ ઉમેદવારો સામે પીઆઇસી -૩૦૨ મુજબ ના ગુનાઓ દાખલ થયેલા છે, જ્યારે ૧૨ ઉમેદવારની સામે આઇપીસી ૩૦૭ મુજબના ગુનાઓ દાખલ થયેલા છે. ૨૫ વિધાનસભા મતક્ષેત્રોમાં ત્રણથી વધુ ઉમેદવારો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, એટલે એમને રેડ એલર્ટ મતક્ષેત્રો કહેવામા આવ્યા છે. ૨૦૧૭માં રેડ અલર્ટ મતક્ષેત્રોની સંખ્યા ૨૧ (૨૪%) હતી.
આમ આદમી પાર્ટીના ૮૮ ઉમેદવારોમાંથી ૩૨ ઉમેદવારો (૩૬ ટકા) સામે ગુનાઓ દાખલ છે. જ્યારે, કોંગ્રેસના ૮૯ ઉમેદવારોમાંથી ૩૧ (૩૫ ટકા) સામે ગુનાઓ નોંધાયેલા છે. આ સાથે જ, ભાજપના ૮૯ ઉમેદવારોમાંથી ૧૪ ઉમેદવાર (૧૬ ટકા) સામે ગુનાઓ દાખલ છે. તેમજ મ્્‌ઁના ૧૪ ઉમેદવારોમાંથી ૪ ઉમેદવાર (૨૯ટકા) ઉમેદવાર સામે ગુનાઓ દાખલ છે.
મોટા ભાગના પક્ષો વધુ પૈસા ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપે છે. મુખ્ય પક્ષોની વાત કરીએ તો, ભાજપના ૮૯ ઉમેદવારોમાંથી ૭૯ (૯૮ ટકા ) કરોડપત્તિ છે. જ્યારે કોંગ્રેસના ૮૯ ઉમેદવારોમાંથી ૬૫ (૭૩ ટકા ) કરોડપતિ છે. આ ઉપરાંત, છછઁના ૮૮ ઉમેદવારોમાંથી ૩૩ (૩૮%) ઉમેદવાર કરોડ ઉપર સંપત્તિ ધરાવે છે.
પ્રથમ તબક્કામાં ચૂંટણી લડતા ઉમેદવારોની સરેરાશ મિલકત ૨.૮૮ કરોડ છે. ૨૦૧૭માં એ ૨.૧૬ કરોડ હતી. પક્ષ પ્રમાણે સરેરાશ મિલકત ભાજપના કુલ ૮૯ ઉમેદવારોની સરેરાશ મિલકત ૧૩.૪૦ કરોડ થાય છે, જ્યારે કોંગ્રેસના ૮૯ ઉમેદવારોની સરેરાશ મિલકત ૮.૩૮ કરોડ, તો છછઁના ૮૮ ઉમેદવારોની સરેરાશ મિલકત ૧.૯૯ કરોડ છે. આ ઉપરાંત, ભારતીય ટ્રાયબલ પાર્ટીના ૧૪ ઉમેદવારોની સરેરાશ મિલકત ૨૩.૩૯ કરોડ નોંધાઈ છે.
બહુજન સમાજ પાર્ટીના તાપીના રાકેશ ગામીતની કુલ મિલકત ૧૦૦૦ રૂપિયા છે. આ ઉપરાંત, ભાવનગરના અપક્ષ ઉમેદવાર જયા બોરીચા પાસે ૩૦૦૦ રૂપિયા મિલકત દર્શાવી છે. પ્રથમ બેઠકમાં સૌથી વધારે દેવાદાર ઉમેદવારોમાં રાજકોટ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજ્યગુરુનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કચ્છના રાપરના કોંગ્રેસ ઉમેદવાર બચુ અરેઠીયા, ગીર સોમનાથના આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગમલ વાળાનો સમાવેશ થાય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x