ગુજરાત

સાબરકાંઠા જિલ્લામાં પ્રથમ દિવસે ૩૫૧ દિવ્યાંગ અને વયોવૃધ્ધ મતદારોએ ઘરે બેઠા મતદાન કર્યું

સાબરકાંઠા જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૨ તા. ૫ ડિસેમ્બરે યોજાશે. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાના માર્ગદર્શન હેઠળ આ લોકશાહીના પર્વમાં જિલ્લાનો કોઇ પણ મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે તૈયારી પૂર્ણ કરાઇ છે. જિલ્લામાં કુલ ૩૭૯ મતદારોએ ઘરે બેઠા મતદાન કરવાની ઇચ્છા દર્શાવી હતી. તે પૈકી તા. ૨૪ નવેમ્બરના રોજ ત્રણ વિધાનસભાના ૩૬૭ દિવ્યાંગ મતદારો મતદાન કરવાના હતા જે પૈકી ૩૫૧ મતદાન કર્યું હતું.

ભારતના ચૂંટણી પંચ દ્રારા આ વખતની ચૂંટણીમાં નવી પહેલ કરવામાં આવી છે. જે અંતર્ગત મતદાન મથક સુધી ના જઇ શકતા અશક્ત અને દિવ્યાંગજન માટે બી.એલ.ઓ.ના માધ્યમથી ફોર્મ ૧૨-ડી ભરવામાં આવ્યા હતા. જેથી આ લોકોના ઘરે જઈ વહીવટી તંત્ર મતદાન કુટીર ઉભી કરી તેમને લોકશાહીના આ મહાપર્વના ભાગીદાન બનાવી શકશે.

આ લોકશાહીના અવસર પર જિલ્લાના ૩૭૯ દિવ્યાંગજન અને વયોવૃધ્ધ મતદારો ઘરે બેઠા બેલેટ પેપરથી મતદાન કરવાની ઇચ્છા દર્શાવી હતી. જેમાં ૨૭-હિંમતનગર વિધાનસભામાં ૬૫ મતદારો નોંધાયા હતા જેમાં ૩ ટીમો દ્રારા ૨૨ ગામોમાં ફરીને પ્રથમ દિવસે ૬૦ મતદારોને ઘરે બેઠા મતદાન કરાવ્યું હતું જ્યારે ૩૩-પ્રાંતિજ વિધાનસભામાં ૧૫૯ મતદારોના મતદાન માટે ૯ ટીમો દ્રારા ૪૮ ગામોમાં ફરી ૧૫૦ મતદારોને મતદાન કરાવ્યું. ૨૮- ઇડર વિધાનસભામાં ૧૪૩ મતદારો નોંધાયા હતા જેમાં ૧૫ ટીમો દ્રારા ૫૪ ગામોમાં ફરી ૧૪૧ મતદારોને મતદાન કરાવ્યું હતું.

૨૯-ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક માટે ૧૨ દિવ્યાંગ અને વયોવૃધ્ધ મતદારો નોંધાયા છે જેઓ તા. ૨૯ અને ૩૦ નવેમ્બર ૨૦૨૨ના રોજ મતદાન કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x