ગુજરાત

સ્વેટર-ધાબળા કાઢી રાખજાઃ આવતા અઠવાડીયાથી હાડ થિજવતી ઠંડી પડશે, ૪ મહિના ચમકારો

પહાડો પર થઈ રહેલા બરફવર્ષાની વચ્ચે ફક્ત મૌસમનો મિજાજ જ નથી બદલાયો, પણ દેશના અમુક વિસ્તારોમાં હવે શીતલહેરની પણ શરુઆત થઈ ચુકી છે. દિલ્હી-એનસીઆરથી લઈને યૂપી-બિહારમાં જારદાર ઠંડી પડી રહી છે. તો વળી રાજસ્થાનમાં પણ શીતલહેરને દસ્તક દઈ દીધી છે. ઉત્તર અને મધ્ય ભારતના મો઼ટા ભાગના વિસ્તારોમાં ઠંડી વધી ગઈ છે અને તાપમાન સતત નીચે જઈ રહ્યું છે. મૌસમ વિભાગનું માનીએ તો, આગામી થોડા દિવસોમાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન ૮-૧૦ ની વચ્ચે રહેવાની શક્યતા છે. હિમાચલ પ્રદેશ, કશ્મીર અને ઉત્તરાખંડના અમુક વિસ્તારોમાં આજે પણ બરફવર્ષા થવાની શક્યતા છે. જ્યારે દક્ષિણ ભારતના અમુક રાજ્યોમાં વરસાદ પણ થશે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૫ દિવસ દરમિયન દક્ષિણ પ્રાયદ્વીપીય ભારતમાં હળવાથી મધ્યમ વરસાદ થશે. એટલું જ નહીં આગામી ૪-૫ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ અને આજૂબાજૂના મધ્ય ભારતના કેટલાય વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાન ૮-૧૦ ડિગ્રી સેÂલ્સયસની વચ્ચે રહેવાની સંભાવના છે. આઈએમડી દ્વારા જાહેર કરાયેલા પૂર્વાનુમાન અનુસાર, તમિલનાડૂ, અંડમાન અને નિકોહાર, દક્ષિણી કર્ણાટક અને રાયલસીમા, તેલંગણા, ગોવા અને આંધ પ્રદેશના અમુક ભાગોમાં આજે વરસાદ થશે. તો વળી તાપમાનની વાત કરીએ તો, પૂર્વી ભારતમાં ૨-૩ ડિગ્રી સેÂલ્સયસ તાપમાનમાં પણ ઘટાડો જાવા મળશે. તેનો અર્થ એ થયો કે, પૂર્વી ભારતમાં ઠંડીનો પ્રકોપ વધશે.
દેશની રાજધાની દિલ્હીમાં સતત ઠંડી વધતી જાય છે. દિલ્હીમાં ગુરુવારે વાયુ ગુણવત્તા ખરાબ શ્રેણીમાં રહી, જ્યારે ન્યૂનતમ તાપમાન ૮.૪ ડિગ્રી નોંધાયું જે, મૌસમથી સરેરાશ તાપમાનથી ત્રણ ડિગ્રી ઓછું છે. રાજસ્થાનના કેટલાય વિસ્તારોમાં ઠંડી અચાનક વધી ગઈ છે. ફતેહપુર અને ચુરુ વિસ્તારોમાં તાપમાનમાં ખૂબ જ ઘટાડો નોંધાયો છે અને કેટલાય વિસ્તારમાં શીતલહેર જેવી Âસ્થતિ જાવા મળી છે. હિમાચલ પ્રદેશના ઉપરી વિસ્તારોમાં બરફવર્ષા ચાલી રહી છે. ઉત્તરાખંડ અને કાશ્મીરમાં આજે પણ બરફવર્ષા થવાની સંભાવના છે. પહાડો પર બરફવર્ષાની અસર મેદાની વિસ્તારમાં જાવા મળી રહી છે. યૂપી અને બિહાર સહિત ઉત્તર અને મધ્ય ભારતમાં ઠંડીમાં વધારો થઈ ગયો છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x