ગુજરાત

ગુજરાત બન્યું ૫જી સર્વિસથી સજ્જઃ રાજ્યના ૩૩ જિલ્લામાં ૫જી સર્વિસ શરૂ કરાઇ

નવા નેટવર્ક પર હાઈ સ્પીડ ડેટા ઉપરાંત સારી કોલ અને કનેÂક્ટવિટી મળશે.

જિયો ટીઆરયુ મેળવનાર ભારતનું પ્રથમ રાજ્ય ગુજરાત બની ચૂક્યું છે. આજથી એટલે કે ૨૫ નવેમ્બરથી ગુજરાતના તમામ ૩૩ જિલ્લામાં ૫ય્ની શરૂઆત થઈ ગઈ છે. રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ ટ્‌વીટ કરીને આ વિશે માહિતી આપી છે. તેમણે ટ્‌વીટમાં ગુજરાતના ૩૩ જિલ્લામાં ૧૦૦% વિસ્તારમાં ટીઆરયુ-૫જીમેળવનાર પ્રથમ ભારતીય રાજ્ય બન્યું છે. જિયો એજ્યુકેશન, હેલ્થકેર, એગ્રી, ઈન્ડસ્ટ્રી ૪.૦ અને ૈંર્ં્‌ સેક્ટરમાં ઈં્‌િે-૫ય્ સંચાલિત પહેલોની શ્રેણી શરૂ કરશે. રિલાયન્સ માટે ગુજરાત ખાસ સ્થાન ધરાવે છે. ત્યારે ગુજરાતના ૩૩ જિલ્લામાં ૫જી સર્વિસ શરૂ થતાં ગ્રાહકોને મોટો ફાયદો મળનારો છે. જેમાં યૂઝર્સને ‘ર્ત્નૈ વેલકમ આૅફર’ સાથે, યુઝર્સ ૧ય્હ્વpજ સ્પીડ સાથે અમર્યાિદત ૫ય્ ડેટા મળશે.
એવું નથી કે ૫જી નેટવર્ક પર તમને ફક્ત ફાસ્ટ ઈન્ટરનેટ જ મળશે. આ તો સેવાનો માત્ર એક પહેલું છે. ૫જી નેટવર્ક પર તમને હાઈ સ્પીડ ઈન્ટરનેટ ઉપરાંત સારી ટેલિકોમ સર્વિસિસ અને કોલ કનેÂક્ટવિટી મળશે. એટલે કે નવા નેટવર્ક પર હાઈ સ્પીડ ડેટા ઉપરાંત સારી કોલ અને કનેÂક્ટવિટી મળશે. બધુ મળીને આ નેટવર્ક પર તમારો ટેલિકોમ એક્સપિરિયન્સ સારો હશે.
અગાઉ પીએમ મોદીએ પ્રગતિ મેદાનથી જે ૮ શહેરોમાં ૫જી સેવાની શરૂઆત કરાવી તેમાં અમદાવાદ, ગાંધીનગર અને જામનગર પણ સામેલ હતા. અમદાવાદના રોપડા ગામે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં લોÂન્ચંગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. મુખ્યમંત્રી ઉપરાંત રિલાયન્સ કંપનીના અધિકારીઓ, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપÂસ્થત રહ્યા હતા.
ભારતમાં ૫જી રોલ આઉટના પહેલા તબક્કામાં જે શહેરોને સામેલ કરાયો હતો તેમાં અમદાવાદ, નવીદિલ્હી, ગાંધીનગર, ગુરુગ્રામ, બેંગલુરુ, ચંડીગઢ, ચેન્નાઈ, હૈદરાબાદ, જામનગર, કોલકાતા, લખનઉ, મુંબઈ અને પુણે શહેરો સામેલ હતા. આ શહેરોમાં રહેતા લોકોને ૫જીના ફાયદા અનુભવવાની તક સૌથી પહેલા મળશે.
૫જી યૂઝ કરવા માટે તમારે નવા સિમ કાર્ડની હાલ જરૂર નહીં પડે. તમે તમારા જૂના સિમ પર જ નવી સેવા યૂઝ કરી શકશો. જા કે તે માટે તમારા ફોનમાં ૫જી સપોર્ટ હોવો જરૂરી છે. ૫જી સપોર્ટ ઉપરાંત તેમાં તે બેન્ડ્‌સ હોવા પણ જરૂરી છે જેના પર સર્વિસ ઉપલબ્ધ હશે. ભારતમાં લોન્ચ થયેલા અનેક મોબાઈલ ૫જી સ્પેક્ટ્રમ હરાજી પહેલાના છે. આવામાં તમારે ચેક કરી લેવું જાઈએ કે તમારા ફોનમાં કયા કયા બેન્ડ્‌સ મળે છે અને તમારા ઓપરેટર કયા બેન્ડ્‌સ પર સર્વિસ પ્રોવાઈડ કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x