અભિનેત્રી રિચા ચઢ્ઢાની મુશ્કેલીમાં વધારો, શિવરાજ સરકાર કાર્યવાહી કરી શકે છે
અભિનેત્રી રિચા ચઢ્ઢા દ્વારા ગલવાનને લઈને કરવામાં આવેલા ટ્વીટ પર મધ્યપ્રદેશના ગૃહમંત્રી ડો. નરોત્તમ મિશ્રાએ મોટું નિવેદન આપ્યું છે. મિશ્રાએ કહ્યું છે કે, રિચા વિરુદ્ધ ફરિયાદ મળી છે. આ અંગે તપાસ કર્યા બાદ અભિનેત્રી સામે એફઆઈઆર દાખલ કરવામાં આવશે.
ગૃહમંત્રી મિશ્રાએ કહ્યું હતું કે, સેના અંગે અભિનેત્રી રિચા ચઢ્ઢાના નિવેદનથી દેશના દેશભક્તોને દુઃખ થયું છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, રિચા જી, તે સેના છે સિનેમા નહી ક્યારેક માઈનસ ૩૦ ડિગ્રી, ૪૫ ડિગ્રીમાં રહીને જુઓ. હીટ સ્ટ્રોકની વચ્ચે ૪૫ ડિગ્રી તાપમાનમાં કામ કરવાનો પ્રયાસ કરો તમે સેનાની મહેનત અને બલિદાનને સમજી શકશો. રીલ લાઈફ અને રીયલ લાઈફમાં ફરક છે. તે સેના છે સિનેમા નથી કે, મોં ઉઠાવીને કંઈ પણ બોલ્યા છો. સેનાનું સન્માન કરતા શીખો રિચા જી.
આ સાથે ગૃહમંત્રીએ એમ પણ કહ્યું હતું કે, રિચા ચડ્ડાના નિવેદનથી દેશભક્તોને દુઃખ થયું છે. કોઈપણ રીતે અભિનેત્રી રિચાની ટુકડે-ટુકડી માનસિકતા વિશ્વ સમક્ષ સ્પષ્ટ છે. પુત્રી શ્રદ્ધા વોકરના ૩૫ ટુકડા કરવામાં આવ્યા હતા પરંતુ તેના મોઢામાંથી એક શબ્દ પણ ન નીકળ્યો. પરંતુ જ્યાં દેશ અને સેના વિરુદ્ધ બોલવાની જરૂર હોય ત્યાં તે સૌથી આગળ જાવા મળે છે. સાચું જ કહ્યું છે કે, ‘તમે જેવો ખોરાક ખાવ છો તેવું તમારૂ મન’.જે લોકોની સંગતમાં તે છે તે તમની માનસિકતા ટુકડા-ટુકડા કરવાની રહેવાની છે.
તમને જણાવી દઈએ કે, બોલિવૂડ અભિનેત્રી ઋચાએ સૈન્ય અધિકારીના નિવેદનના ટ્વીટને રીટ્વીટ કરતા લખ્યું હતું કે, “ય્ટ્ઠઙ્મુટ્ઠહ જટ્ઠઅજ રૈ.”” તેણે આ Âટ્વટ કરતાની સાથે જ સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો. વર્ષ ૨૦૨૦માં ભારત અને ચીન વચ્ચેની અથડામણનું અપમાન કરવા બદલ સોશિયલ મીડિયા યુઝર્સે તેમની ટીકા કરવાનું શરૂ કર્યું હતું. લોકોએ તેના પર રોષ વ્યક્ત કરતા લખ્યું હતું કે, ગલવાનમાં શહીદ થયેલા આપણા જવાનોની મજાક ઉડાવવામાં આવી રહી છે. જાકે, હંગામો જાઈને ઋચા ચઢ્ઢાએ પોતાની ટ્વીટ ડિલીટ કરી દીધી હતી અને માફી પણ માંગી હતી.