ગુજરાત

ચૂંટણી ફરજ ઉપરના ગૃહ વિભાગના પોલીસ, SRP, હોમગાર્ડસ, જી.આર.ડી ટ્રાફિક ટી.આર.પીના જવાનોએ હિંમતનગર ડી.એસ.પી કચેરી ખાતે ઉભા કરાયેલા મતદાન સુવિધા કેન્દ્ર ખાતેથી પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું

સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા હિંમતનગર, પ્રાંતિજ, ખેડબ્રહ્મા, ઇડર માટે

અલગ અલગ કાઉન્ટર ઉભા કરાયા

સાબરકાંઠા જિલ્લામાં બીજા તબક્કામાં તારીખ ૫મી ડિસેમ્બર ૨૦૨૨ના રોજ યોજાનારી વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ સંદર્ભે મતદાનના દિવસે સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા હિંમતનગર, પ્રાંતિજ, ખેડબ્રહ્મા, ઇડર વિધાનસભા મતવિસ્તારની ચૂંટણીમાં ફરજ પર રહેનારા ગૃહ વિભાગના પોલીસ SRP, હોમગાર્ડસ અને જી.આર.ડી અને ટ્રાફિક ટી.આર.પી.ના જવાનો સહિત અધિકારી કર્મચારીઓ પણ ચૂંટણી પંચની સુચના મુજબ પોસ્ટર બેલેટથી મતદાન દ્વારા તેમના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે જિલ્લા કલેકટરશ્રી અને ચૂંટણી અધિકારી શ્રી હિતેષ કોયાના માર્ગદર્શન અને એસપીશ્રી વિશાલ વાઘેલાની રાહબરી હેઠળ આજે તારીખ ૨૬/૧૧/૨૦૨૨ ના રોજ સવારે ૮.૦૦થી સાંજના ૬.૦૦ કલાક સુધી ડી.એસ.પી કચેરી ખાતે ઉભા કરાયેલા મતદાન સુવિધા કેન્દ્ર ખાતે પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. જેમાં જિલ્લાના હેડકવાટર્સ ખાતે આવી વિવિધ કેડર્ના પોલીસ, હોમગાર્ડઝના જવાનોએ મતદાન કર્યું હતું અને પોલીસ કર્મીઓએ ઉત્સાહભેર લાંબી લાઈનમાં ઊભા રહીને મતદાન અંગે અનેરો ઉત્સાહ દાખવ્યો હતો.

બપોરે ૩ વાગ્યા સુધીમાં જિલ્લામાં ૨૭-હિંમતનગર વિધાનસભામાં ૭૯૩ પોસ્ટલ બેલેટથી મતદાતાઓ નોંધાયા હતા. જેમાં ૪૫૦ મતદારોએ બેલેટ પેપરથી મતદાન કર્યુ હતું. ૩૩-પ્રાંતિજ વિધાનસભામાં ૬૪૫ મતદારો નોંધાયા હતા જે પૈકી ૪૦૫ મતદાતાઓએ બેલેટ પેપરથી મતદાન કર્યુ હતુ. ૨૮- ઇડર વિધાનસભામાં ૭૩૩ મતદાતાઓ નોંધાયા હતા જેમાં ૨૫૫ મતદાતાઓએ મતદાન કર્યુ હતું. ૨૯-ખેડબ્રહ્મા વિધાનસભા બેઠક માટે ૧૦૨૩ મતદારો નોંધાયા છે જે પૈકી ૩૭૫ મતદાતાઓએ બેલેટ પેપરથી મતદાન કર્યુ હતુ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x