ગાંધીનગરગુજરાત

ગાંધીનગર સેકટર 30 મુક્તિધામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

આપણું ગાંધીનગર, હરિયાળુ ગાંધીનગર, ના સંકલ્પ સાથે વૃક્ષ વાવીને એનું જતન કરવાના સંકલ્પ સાથે સેક્ટર 30 મુક્તિધામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આવનારા સમયમાં લોકો પ્રકૃતિ પ્રેમી મિત્રો અને પ્રકૃતિના જતન અને સંવર્ધન માટે પ્રયત્નશીલ વ્યક્તિઓ અને સંસ્થાઓ NGO સાથે મળીને આ કાર્યને વેગવંતુ બનાવીશું આવો તમે પણ તમારા પ્રિયજનના વડીલ ના નામનું એક વૃક્ષ મહાદેવ સ્મૃતિ વન માં વાવો અને આ વૃક્ષની પાણી અને દેખરેખ ની જવાબદારી અમારી સંસ્થા નિભાવશે.

આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે દરેક વ્યક્તિનું એક લાકડાનું ઋણ હોય છે જે આપણે 10 વૃક્ષો વાવીને ઉતારવું પડે છે જો આપણે આપણા જીવનકાળમાં 10 વૃક્ષો ના વાવીએ તો પછી આ લાકડાનું ઋણ આપણને બીજા જીવનમાં નડતરરૂપ બને છે. તેથી આપણે આપણા લાકડાનું ઋણ ચૂકવવું રહ્યું.
વૃક્ષો વાવો જીવન બચાઓ.
મહાદેવ સ્મૃતિ વડ વનમાં પોતાના સ્વજનના નામનું એક વૃક્ષ વાવીને એમને વૃક્ષના રૂપમાં હંમેશા માટે જીવંત રાખીએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *