ગુજરાત

અરવલ્લી : માલપુર 52 ગામ લેઉઆ પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં 26 નવ યુગલે પ્રભુતાના પગલાં પાડ્યા,10મો સમૂહ લગ્ન સંપન્ન

અરવલ્લી જીલ્લાનો માલપુર તાલુકામાં લેઉઆ પાટીદાર સમાજનો દબદબો છે જીલ્લાના ઉત્થાન માટે વિવિધ મંડળ સતત સેવાકીય કર્યો કરી રહ્યા છે 52 ગામ માલપુર તાલુકા લેઉઆ પાટીદાર સમાજ દ્વારા દસમો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો જેમાં 26 નવ દંપતિએ પ્રભુતાના પગલાં પાડ્યા હતા સમૂહ લગ્ન મહોત્સવની રંગેચંગે ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી માલપુર લેઉઆ પટેલ સમાજ વિકાસ મંડળના પ્રમુખ વિનોદ રામાભાઈ પટેલ અને તેમની ટીમે સમૂહ લગ્નનું ભવ્યાતિભવ્ય આયોજન કરતા સમાજના અગ્રણીઓ અને લોકોએ સરાહના કરી હતી

52 ગામ લેઉઆ પાટીદાર સમાજ, પાટીદાર વિકાસ મંડળ અને પાટીદાર પ્રગતિ મંડળ દ્વારા માલપુર પી.જી મહેતા હાઈસ્કૂલ ખાતે 10મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો.જેમાં સમાજના 26 નવ યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. વૈદિક ભૂદેવોના મંત્રોચ્ચારથી અગ્નિની સાક્ષીએ ચોરીમાં મંગલ ફેરા ફરીને આજથી લેઉઆ પાટીદાર સમાજના નવયુગલો સાંસારિક જીવનની શરૂઆત કરશે.સમૂહ લગ્નમાં 500 સ્વયંસેવકો બે દિવસ ખડેપગે ઉભા રહ્યા હતા

સમાજના ભામાશા પટેલ જવેલર્સના સોનિકપુર ગામના મગન પટેલ તેમજ મઠવાસ ગામના જસુ પટેલ દ્વારા વિશેષ દાન મળતા તેમજ વિકાસ અને પ્રગતિ મંડળના દાન વડે દસમો સમૂહ લગ્નોત્સવ નવ વર્ષ બાદ આજે ફરી એક વખત સંપન્ન થયો છે. ત્યારે સામાજિક મોભો ગરીબ હોય કે પૈસાદાર તમામ લોકો એક સમાન રહે તેવા ઉમદા હેતુથી સમૂહ લગ્નનું આયોજન કરી લેઉઆ પાટીદાર સમાજ દ્વારા એકતાના દર્શન થયા હતા

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *