૫૦ પૈસા, એક રૂપિયાના જુના સિકકા ચલણમાંથી પાછા ખેંચાયા
રિઝર્વ બેંક ઓફ ઈÂન્ડયાએ કેટલીક શ્રેણીના ચલણી સિકકાઓને સરકયુલેશનમાંથી પાછા ખેંચ્યા છે. ૫૦ પૈસા તથા એક રૂપિયાના આ સિકકા બેંકમાં જમા કરાવાયા બાદ બેંકો તે ફરી ચલણમાં નહીં મુકે. મોંઘવારીના વર્તમાન યુગમાં એક રૂપિયાની કોઈ ખાસ કિંમત રહી નથી. રીઝર્વ બેંકની માર્ગદર્શિકાને ટાંકીને દિલ્હી Âસ્થત આઈસીઆઈસીઆઈ બેંકની બ્રાંચમાં નોટીસ મુકવામાં આવી છે અને તેમાં કેટલીક શ્રેણીના સિકકા રી-ઈસ્યુ નહીં થવાનુ જણાવાયુ છે. એવી ચોખવટ કરવામાં આવી છે કે તમામ સિકકા કાયદેસરના જ છે. પરંતુ બેંકોમાં જમા થયા બાદ ફરીવાર ચલણમાં નહીં મુકાય. ૧૯૯૦ તથા ૨૦૦૦ના દાયકામાં ચલણમાં રહેલા ૫૦ પૈસા તથા એક રૂપિયાના અમુક સિકકાને આ માર્ગદર્શિકા લાગુ થશે.
માર્ગદર્શિકા મુજબ કુપરોનીકલના ૨૫, ૫૦ પૈસા તથા એક રૂપિયાના સિકકા, સ્ટેનલેસ સ્ટીલના ૧૦ પૈસાના, એલ્યુમીનીયમના પાંચ, દસ તથા વીસ પૈસાના સિકકા રી-ઈસ્યુ નહીં થઈ શકે. આ તમામ સિકકા વ્યવહારમાં ચાલુ જ રહેશે. પરંતુ બેંકમાં જમા થયા બાદ સરકયુલેશનમાં પાછા નહીં આવે.