દુનિયાના સૌથી ધનિક દસ લોકોની યાદીમાં મસ્ક ફરીએકવાર પ્રથમ ક્રમે, અદાણી ત્રીજા, તો અંબાણી આઠમા ક્રમે
ફોર્બ્સના રિયલ ટાઈમ બિલિયોનેર્સ ઈન્ડેક્સના તાજેતરના રિપોર્ટમાં દુનિયાના દસ સૌથી વધુ ધનિક લોકોની યાદીમાં એલન મસ્ક ફરીએવાર નંબર વન પર છે.. ચાલો નજર કરીએ આ યાદીમાં સમાવિષ્ટ દસ લોકોના નામ અને તેમની સંપતિ નીચે પ્રમાણે છે
૧. એલોન મસ્ક ઃ ટેસ્લાના સહ-સ્થાપક અને સીઇઓ એલોન મસ્ક ૧૯૧.૨ બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યÂક્ત છે. જા કે આ વર્ષે તેમની નેટવર્થમાં લગભગ ૨૦૦ બિલિયન ડોલરનો ઘટાડો થયો છે, જેના કારણે તેમની અને અને આ યાદીમાં બીજા નંબરે આવતી વ્યÂક્ત વચ્ચેની સંપતિમાં બહું મોટો ફરક રહ્યો નથી.
૨. બર્નાર્ડ આર્નોલ્ટ અને કુટુંબઃ એલવીએમએચના સીઇઓ અને ચેરપર્સન બર્નાર્ડ આર્નોલ્ટ ૧૭૯.૫ બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના બીજા સૌથી ધનિક વ્યÂક્ત છે.
૩. ગૌતમ અદાણી ઃ ગૌતમ અદાણી વિશ્વના ત્રીજા નંબરના સૌથી ધનિક વ્યÂક્ત છે અને તેમની કુલ સંપત્તિ ૧૩૩.૬ બિલિયન ડોલર થઈ ગઈ છે. ગૌતમ અદાણી અદાણી ગ્રુપના સ્થાપક અને ચેરપર્સન છે.
૪. જેફ બેઝોસ ઃ એમેઝોનના સ્થાપક જેફ બેઝોસ ૧૧૭.૩ બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના ચોથા સૌથી ધનિક વ્યÂક્ત છે.
૫. વોરેન બફેટ ઃ વોરેન બફેટ બાર્કશાયર હેથવેના સીઈઓ છે અને વિશ્વના ટોચના ૧૦ સૌથી ધનિક લોકોની યાદીમાં પાંચમા ક્રમે છે. તેમની કુલ નેટવર્થ ૧૦૮.૫ બિલિયન ડોલર છે.
૬. બિલ ગેટ્સ ઃ માઇક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ ૧૦૫.૩ બિલિયન ડોલરની નેટવર્થ સાથે વિશ્વના છઠ્ઠા સૌથી ધનિક વ્યÂક્ત છે.
૭. લેરી એલિસન ઃ લોરેન્સ જાસેફ એલિસન ઓરેકલ કોર્પોરેશનના સહ-સ્થાપક અને ભૂતપૂર્વ મુખ્ય કાર્યકારી અધિકારી છે અને વિશ્વના સાતમા સૌથી ધનિક વ્યÂક્ત છે. તેમની કુલ સંપત્તિ હાલમાં ૧૦૪.૮ બિલિયન ડોલર છે.
૮. મુકેશ અંબાણી ઃ ભારતના અબજાપતિ ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી વિશ્વના ટોચના ૧૦ સૌથી અમીર લોકોની યાદીમાં ૮મા ક્રમે છે. તેમની કુલ નેટવર્થ ૯૬.૪ બિલિયન ડોલર છે.
૯. કાર્લોસ Âસ્લમ હેલુ એન્ડ ફેમિલી ઃ કાર્લોસ Âસ્લમ હેલુ અને તેમના પરિવારની મેક્સીકન કંપનીઓમાં મોટી હોÂલ્ડંગ છે જે તેમના વિશાળ સમૂહ હેઠળ આવે છે. તેઓ હાલમાં વિશ્વના નવમા સૌથી ધનિક વ્યÂક્ત છે અને તેમની કુલ સંપત્તિ ૮૬.૨ બિલિયન ડોલર છે.
૧૦. લેરી પેજ ઃ લેરી પેજ આલ્ફાબેટના બોર્ડ સભ્યોમાંના એક છે અને વિશ્વના દસમા સૌથી ધનિક વ્યÂક્ત છે, હાલમાં તેમની કુલ સંપત્તિ ૮૪.૪ બિલિયન ડોલર છે.