ગુજરાત

સાબરકાંઠામાં 11 લાખ મતદારો મતદાન મથકે સરળતાથી પહોંચી શકશે; સ્લીપની પાછળ ગુગલ નકશો અપાયો

આધુનિક યુગ સાથે ચૂંટણી વિભાગે કદમ મિલાવ્યા છે.વિધાનસભાની ચૂંટણી 2022માં સાબરકાંઠા જીલ્લાની 4 વિધાનસભામાં 11 લાખ મતદારોને બારકોડવાળી મતદાર સ્લીપો આપવામાં આવશે. તો સ્લીપ પાછળ મતદાન મથકનો ગુગલ નકશો પણ છાપવામાં આવ્યો છે. જેથી મતદારો મતદાન મથક પર સરળતાથી પહોંચી શકે છે.

બારકોડ વાળી મતદાન સ્લીપ આપવાનું આયોજન
જિલ્લાની હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા અને પ્રાંતિજ વિધાનસભા બેઠક પર બીજા તબક્કામાં 5મી ડિસેમ્બરે મતદાન સવારે 8થી સાંજે 5 વાગે સુધી યોજાશે. ત્યારે બોગસ
મતદાન અટકાવવા માટે ચુંટણી વિભાગ દ્વારા આધુનિક યુગ સાથે જોડાયું છે અને બારકોડ વાળી મતદાન સ્લીપ મતદારોને આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. તો
બારકોડ સ્કેન થતા જ મતદારની સંપૂર્ણ માહિતી જોવા મળશે.

અત્યાર સુધી મતદાર સ્લીપમાં મતદારનો ફોટો આવતો હતો
ચૂંટણી વિભાગ દ્વારા પ્રથમ વાર મતદાર સ્લીપમાં મતદાન મથકનો ગુગલ મેપ દર્શાવવામાં આવ્યો છે. અત્યાર સુધી મતદાર સ્લીપમાં મતદારનો ફોટો આવતો હતો.
પરંતુ હવે ફોટા પણ છે સાથે બારકોડ પ્રિન્ટ કરવામાં આવ્યો છે. જેથી બારકોડ સ્કેન થતા મતદારની તમામ વિગત આવી જશે. તો સ્લીપમાં મતદારનું નામ, વિધાનસભા
મત વિસ્તાર, મતદાર ઓળખપત્ર નંબર, મતદાર ભાગ નંબર તથા સરનામું, મતદાર ક્રમાંક, મતદાન મથકનું નામ, સી.ઈ.ઓ.કોલ સેન્ટર, ટોલફ્રી વગેરેની વિગતો
દર્શાવવામાં આવે છે. ચૂંટણી પંચ દ્વારા બોગસ મતદાન અટકાવવા માટે પ્રથમવાર બારકોડવાળી સ્લીપનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો મતદાનની ટકાવારી ન ઘટે
તે માટે ચૂંટણીપંચ દ્વારા દરેક વિધાનસભા મતક્ષેત્રમાં સરેરાશ 70 ટકાથી વધુ મતદાન થાય તે પ્રકારે મતદાન જાગૃતિ લાવવા અલગ-અલગ કાર્યક્રમો થકી પ્રયાસ હાથ
ધરવામાં આવ્યો છે.

મતદારો સુધી સ્લીપો આપવાની કામગીરી હાથ ધરાઈ
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર વિધાનસભામાં 2 લાખ 80 હજાર 152, ઇડર વિધાનસભામાં 2 લાખ 86 હજાર 816, ખેડબ્રહ્મા વિધાનસભામાં 2 લાખ 82 હજાર 875 અને
પ્રાંતિજ વિધાનસભામાં 2 લાખ 58 હજાર 879 મતદારોને બારકોડ સ્લીપો સુપરવાઈઝરને આપવામાં આવી છે. જે સુપરવાઈઝરને સ્લીપો આપી દેવાતા સ્લીપો
બીએલઓને આપવાની કામગીરી હાથ ધરાઈ છે. તો બીએલઓ આજે મતદારો મતદાન સ્લીપનું વિતરણ કરશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *