ગુજરાત

ચાર વિધાનસભામાં 348 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા; મતદાનના દિવસે 661 મતદાન મથકો પરથી લાઈવ બ્રોડકાસ્ટિંગ થશે

સાબરકાંઠા વિધાનસભાની ચારેય બેઠકોનું 5 ડિસેમ્બરે મતદાન થવાનું છે. ત્યારે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકનું પૃથ્થકરણ કરાયું છે. ઉમેદવારો જાહેર થયા બાદના પૃથ્થકરણ કરાયા બાદ જિલ્લામાં 348 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા છે. જેમાં તંત્ર દ્વારા આ તમામ મતદાન મથકો પર ચાંપતી નજર રાખવામાં આવશે.

સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર, ઇડર, ખેડબ્રહ્મા અને પ્રાંતિજ વિધાનસભામાં 960 સ્થળ પર 1323 મતદાન મથકો છે. જેમાં કુલ 11 લાખ 8 હજાર 722 મતદારો છે. જેથી 50 ટકા મતદાન મથકો એટલે કે 661 મતદાન મથકો પરથી લાઈવ બ્રોડકાસ્ટિંગ કરવામાં આવશે. જે મતદાન મથકોને સીસીટીવીથી સુસજ્જ કરવામાં આવશે. બીજી તરફ ઉમેદવારો જાહેર થયા બાદ ચુંટણી વિભાગ દ્વારા સવેદનશીલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 348 મથકો જિલ્લામાં છે. વિધાનસભા પ્રમાણે જોઈએ તો હિંમતનગર વિધાનસભામાં 80, ઇડર વિધાનસભામાં 85, ખેડબ્રહ્મા વિધાનસભામાં 86 અને પ્રાંતિજ વિધાનસભા બેઠક પર 97 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરવામાં આવ્યા છે. જેના પર પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખીને ચાંપતી નજર રાખવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *