ટેક્વોન્ડો એસોસિએશન દ્વારા સ્ટેપ અપ રમતોત્સવ – ૨૦૨૨ નું આયોજન
ગાંધીનગર ટેક્વોન્ડો એસોસિએશન – મિલાપ ટાટારિઆ દ્વારા સ્ટેપ અપ રમતોત્સવ – ૨૦૨૨ નું આયોજન આગામી તા. ૧૧/૧૨/૨૦૨૨, રવિવાર ના રોજ સવારે ૮:૦૦ કલાક દરમિયાન લીંબુ ચમચી, લોટ ફૂંક અને કોથળા દોડ સ્પર્ધાઓ યોજવામાં આવશે. આ સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય વિજેતાઓને આયોજકો દ્વારા પ્રમાણપત્ર તેમજ શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને પુરસ્કારથી ગૌરવ સાથે સન્માનિત કરવામાં આવશે અને ભાગ લેનાર દરેક સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવશે તથા સ્પર્ધામાં ભાગ લેવા માટે સ્પર્ધકોએ પોતાના નામ +૯૧-૮૧૬૦૦૬૫૬૨૭ પર નોંધાવી લેવા તેમ સંસ્થા દ્વારા જણાવવામાં આવેલ છે.