ભારતમાં બેરોજગારીનો દર વધીને આઠ ટકા પર પહોંચી ગયો
સેન્ટર ફોર મોનેટરિંગ ઈÂન્ડયન ઇકોનોમીએ જાહેર કરેલાં ડેટા અનુસાર નવેમ્બરટ્ઠ મહિનામાં બેરોજગારીનો દર ત્રણ મહિનાની ઊંચી સપાટી પર પહોંચી ગયો હતો. શહેરોમાં બેરોજગારીનો દર પાછલા મહિને ૭.૨૧ ટકા હતો તે નવેમ્બરમાં વધીને ૮.૯૬ ટકા થઈ ગયો હતો. બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર ૮.૦૪ ટકાથી ઘટીને ૭.૫૫ ટકા થયો હતો. મુંબઈમાં આધારિત ઝ્રસ્ૈંઈના રોજગારના ડેટા પર અર્થશા†ી અને નીતિ તૈયાર કરનારાઓ બારીકાઈથી નજર રાખે છે, કેમ કે સરકાર તેના પોતાના માસિક આંકડા જાહેર કરતી નથી. બીજી તરફ એનએસઓના આંકડા અનુસાર શહેરી વિસ્તારોમાં ૧૫ વર્ષથી વધારે વયના લોકો માટે બેરોજગારીનો દર ૯.૮ ટકાથી ઘટીને ૭.૨ ટકા પર પહોંચ્યો હતો.
એનએસઓના આ સર્વેથી જાણકારી મળે છે કે શહેરી વિસ્તારોમાં જુલાઈથી સપ્ટેમ્બર દરમિયાન મહિલાઓમા બેરોજગારીનો દર એક વર્ષ અગાઉના ૧૧.૬ ટકાથી ઘટીને ૯.૪ ટકા થઈ ગયો હતો. એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં તેનો દર ૯.૫ ટકા હતો. જા કે આ તુલના ૨૦૨૧ના એવા ગાળા સાથે કરવામા આવી છે કે જ્યારે કોરોના સંબંધિત પ્રતિબંધોના કારણે બેરોજગારીનો દર વધ્યો હતો. ડેટા અનુસાર એપ્રિલથી જૂન ૨૦૨૨ના ગાળા દરમિયાન ૧૫ વર્ષથી વધુ વયના શહેરી વિસ્તારના લોકોમા બેરોજગારીનો દર ૭.૬ ટકા હતો.