કડકડતી ઠંડી માટે તૈયાર રહેજા !!! ઉતરના રાજ્યોમાં હિમ-વર્ષા પડશે, તો દક્ષિણમાં વરસાદી ઝાપટાં પડવાની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, પહાડી રાજય ઉત્તરાખંડ રાજયમાં આગામી બે દિવસ સુધી હવામાન શુકુ રહેવાની સંભાવના છે. આ ઉત્તર ભારતના પહાડોમાં તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાઇ શકે છે. આ સિવાય આ વિસ્તારમાં હિમ પડવાની પણ શકયતા છે. આ સાથે દેહરાદૂનમાં મહત્તમ તાપમાન ૨૫.૪ ડિગ્રી સેÂલ્સયસ આસપાસ રહ્યુ હતું.
ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં તેમજ મેદાની પ્રદેશોમાં ધીમે ધીમે ઠંડીનો પ્રકોપ વધવા જઇ રહ્યો છે. આ રાજયોમાં શિયાળાની Âસ્થતિ એટલી ભયંકર બની છે કે હવે પ્રજાજનોને શરીરને ગરમ રાખવા માટે અÂગ્ન પ્રગટાવવો પડી રહ્યો છે. આવી Âસ્થતિમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે આવનાર દિવસોમાં પર્વતો પર બરફ પડવાની સંભાવના છે. આ ઉપરાંત આ સમયે, દક્ષિણના રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની શકયતા પણ વ્યક્ત કરવામાં આવી છે. આ સંજાગોમાં ખેડૂતોના રવિ પાકને નુકસાન થવાની સંભાવના પણ છે.
નોંધનીય છેકે, ડિસેમ્બર મહિનાની શરૂઆતથી જ ઉત્તર ભારતના હવામાનમાં મોટો ફેરફાર જાવા મળવાની શકયતા છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં કડકડતી ઠંડી પડવાની સંભાવના છે. રાજધાની નવી દિલ્હી સહિતના વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ દેખાઇ રહ્યો છે. આવનાર દિવસોમાં દિલ્હીના તાપમાનમાં વધુ ઘટાડો નોંધાઇ શકે છે. વહેલી સવારે અને સાંજે દિલ્હીમાં ધુમ્મસભર્યું વાતાવરણ છવાયું હતું.
હિમાચલ પ્રદેશમાં હવામાન ૩ ડિસેમ્બર સુધી સ્વચ્છ રહેશે. હિમાચલમાં ૩ ડિસેમ્બર પછી જ વરસાદની સંભાવના દેખાય છે. રાજ્ય હવામાન વિભાગે જણાવ્યું કે નવેમ્બરમાં ખૂબ ઓછો વરસાદ નોંધાયો છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ નોંધાયો છે. પરંતુ અન્ય વિસ્તારોમાં સામાન્ય કરતાં સામાન્યથી ઓછો વરસાદ નોંધાયો છે. આ ઓછા વરસાદને કારણે ખેડૂતોના પાકને અસર થઈ છે.
ઉત્તરાખંડની વાત કરીએ તો, ઉત્તરાખંડમાં બે દિવસ સુધી હવામાન શુષ્ક રહેશે. પહાડો પર તાપમાનમાં બે ડિગ્રી સુધીનો ઘટાડો થશે. પહાડો પર હિમ પણ પડી શકે છે. દેહરાદૂનમાં લઘુત્તમ તાપમાન ૧૦.૯ ડિગ્રી સેÂલ્સયસ નોંધાયું છે. હિમવર્ષાને કારણે રવિ સહિતના પાકની ઉપજને અસર થઈ શકે છે.
બિહારમાં આગામી કલાકોમાં તાપમાનમાં ઘટાડો થશે. હાલમાં બિહારમાં લઘુત્તમ તાપમાન ૧૦ થી ૧૪ ડિગ્રી સેÂલ્સયસની વચ્ચે નોંધાયું છે.આગામી ૪-૫ દિવસમાં અંદમાન- નિકોબાર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, લક્ષદ્વીપમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે.