પેઢી દ્વારા મિલકતોના કરાતા રિવેલ્યુએશન પર ટેક્સ લાગશે ઃ સર્વોચ્ચ અદાલત
દેશમાં જમીન-મિલ્કતો કે રિડેવલોપમેન્ટ રાઈટ સહિતના કરારોમાં આવકવેરા તેમજ સ્ટેમ્પ ડ્યુટી વગેરે છુપાવવા માટે વર્ષોથી ટ્રીક પર સર્વોચ્ચ અદાલતે હવે કાયમી અંકુશ મુકી દેતા આવકવેરા ખાતા દ્વારા આગામી દિવસોમાં આ પ્રકારના કેસોમાં મોટી આકારણી સાથે આવકવેરો તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્ટેમ્પ ડ્યુટી વગેરે વસુલાતની કામગીરી કરવામાં આવે તેવી શક્યતા છે.
ભાગીદારી પેઢી દ્વારા અપનાવાતી આ યુÂક્તમાં મિલકતોને જેમાં જમીન,મિલકતો કે રિડેવલોપમેન્ટ માટેના રાઈટ કોઇ ભાગીદારી પેઢી પાસે હોય તો તેમાં જમીન કે મિલકતની કિંમતની પુનઃ આકારણી કરીને તેની ચોપડે વેલ્યુ વધારવામાં આવે છે અને બાદમાં તેમાં નવા ભાગીદાર કે જે પેઢીમાં નાણા રોકે છે તે નાણા જુના ભાગીદાર પોતાના કેપીટલ એકાઉન્ટ મારફત પરત મેળવી લે છે અને તે તેમનો એક નફો ગણાય છે.
ઉપરાંત તેઓ ભાગીદાર તરીકે પણ યથાવત રહે છે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આ ટ્રીકનો મોટો ઉપયોગ થાય છે અને આવકવેરા કે અન્ય કોઇ સરકારી ખાતુ પણ તેમાં ભાગ્યે જ કાંઇ કરી શકે છે. આ પ્રકારના ટ્રાન્જેકશનમાં કોઇ સ્ટેમ્પ ડ્યુટી ભરાતી નથી. કોઇ કેપીટલ ગેઇન ટેક્સ અને ઇન્કમટેક્સ પણ ભરવામાં આવતો નથી. જે સામાન્ય રીતે વેચાણ કે ટ્રાન્સફરના કેસોમાં કરવામાં આવે છે. અને જુના પાર્ટનર પોતે રોકેલા નાણા અનેક ગણી રીતે પરત મેળવી લે છે અને નવા પાર્ટનરને પ્રોપર્ટી પર અંકુશ આપી દેવામાં આવે છે.
સામાન્ય રીતે કોઇપણ પ્રકારની જમીન કે મિલકતોને ટ્રાન્સફર કરવામાં આવે તો તેના પર કેપીટલ ગેઇન ટેક્સ કે સ્ટેમ્પ ડ્યુટી વસૂલાય છે પરંતુ પાર્ટનરશીપ ફર્મમાં આ પ્રકારે થતા ટ્રાન્સફર પર કોઇ પ્રકારની ડ્યુટી કે પ્રોપર્ટી ગેઇન ટેક્સની આકારણી થતી નથી. સુપ્રિમ કોર્ટે ગત સપ્તાહે આ જાગવાઈ રદ કરી છે અને જણાવ્યું છે કે કોઇપણ પેઢી તેની મિલકતોનું રિવેલ્યુએશન કરાવે તો તે ટેક્સને પાત્ર થશે.
સર્વોચ્ચ અદાલતના આ ચૂકાદા બાદ હવે આવકવેરા ખાતાએ તેના હથિયાર સજાવ્યા છે અને ખાસ કરીને વેચાણ કર્યા વગર જ જે રીતે મિલકતો પેઢીમાં પાર્ટનરશીપ બદલીને ટ્રાન્સફર કરવામાં આવે છે તેને ખરીદ અને વેચાણની પ્રક્રિયામાં જાડી દેવાશે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં આ પ્રકારે થતા વ્યવહારોના મારફત કરોડો રુપિયાની સ્ટેમ્પ ડ્યુટી અને જંગી રકમની કેપીટલ ગેઇન ટેક્સની ચોરી કરવામાં આવે છે. સુપ્રિમ કોર્ટે તેના ચૂકાદામાં જણાવ્યું હતું કે હવેથી કોઇપણ પેઢી દ્વારા મિલકતનું રિવેલ્યુએશન કરવામાં આવે તો તે ટેક્સને પાત્ર બનશે.