અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ ૫ હજાર ૫૯૯ બુથ ઉપર મતદાન યોજાશે
દરેક વિધાનસભામાં ૭ સખી બુથ હશે જે સંપૂર્ણ મહિલા સંચાલિત હશે. અમદાવાદમાં ૧૧ જગ્યાએ તંબુ ઉભા કરીને મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે.
ગુજરાતમાં લોકશાહીના ઉત્સવ સમી વિધાનસભાની ચૂંટણીનો બીજા તબક્કો હવે જાણે આંગણે આવીને ઉભો છે. અમદાવાદમાં ૫ ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે અમદાવાદ જિલ્લાની ૨૧ વિધાનસભા બેઠકો પર વહીવટી તંત્ર સજ્જ છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ ૫ હજાર ૫૯૯ બુથ પર મતદાન થશે. દરેક વિધાનસભામાં ૭ સખી બુથ હશે જે સંપૂર્ણ મહિલા સંચાલિત હશે. અમદાવાદમાં ૧૧ જગ્યાએ તંબુ ઉભા કરીને મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. પોલિંગ સ્ટાફની ટ્રેનિંગ પૂર્ણ કરવામાં આવી છે.
અમદાવાદના કલેક્ટર ડા.ધવલ પટેલે કહ્યું કે- ૪ ડિસેમ્બરે ઈફસ્ સહિત બુથ પરની સામગ્રી લઈને કર્મચારીઓ જે તે બુથ પર જવા નીકળશે. દરેક બુથ પરના ઈફસ્ સાથે રિઝર્વ ઈફસ્ પણ હશે. મતદાન પૂર્ણ થયા બાદ જે ઈફસ્માં મત પડ્યા હશે તે ઇવીએમને સુરક્ષાકર્મીઓ સાથે રાખી મતગણતરી સેન્ટર પર લઈ જશે. જ્યારે મત ન પડ્યા હોય તેવા રિઝર્વ ઈફસ્ને વેરહાઉસમાં લઈ જવાશે. ઈફસ્ને પણ ચાર કેટેગરીમાં વહેંચવામાં આવશે. છ કેટેગરીમાં નોર્મલ વોટિંગ, મ્ કેટેગરીમાં રિપ્લેસમેન્ટમાં વોટ થયા તેવા, ઝ્ર કેટેગરીમાં મોકપોલ અને ડ્ઢ કેટેગરીમાં વપરાયા નથી તેવા ઈફસ્નો સમાવેશ કરાયો છે.
કુલ ૫ હજાર ૫૯૯ મતદાન મથકોમાંથી ૨ હજાર ૮૦૦ મથકો પર ઝ્રઝ્ર્ફથી મોનિટરિંગ થશે. મતદાન માટે કુલ ૯ હજાર ૧૫૪ ઝ્રેં મશીન, ૯ હજાર ૧૫૪ મ્ેં મશીન અને ૯ હજાર ૪૨૫ ફફઁછ્ મશીન વહેંચવામાં આવ્યા છે. જા કોઈ મશીન બગડે તો તેને રિપ્લેશ કરવા આ વખતે ૬૩ ટકા લેખે મ્ેં અને ઝ્રેં મશીન રિઝર્વ રખાયા છે. જ્યારે ૬૮ ટકા લેખે vvpં મશીન રિઝર્વ રખાયા છે. ૨૧ વિધાનસભાના કુલ ૫૫૯૯ બુથને લઈને પ્રક્રિયા ચાલી રહી છે. ૨૧ વિધાનસભામાં સૌથી વધુ દસક્રોઈમાં ૪૧૩ બુથ છે.
મહત્વનું છે કે પ્રથમ તબક્કાના મતદાન પહેલા જ પોલીસ અને હોમગાર્ડ જવાનોનું મતદાન કર્યુ. અમદાવાદ જિલ્લામાં કુલ ૧૩૮૨૯ પોલીસ અને હોમગાર્ડ જવાનો પોસ્ટલ મતદાન માટે નોંધાયા હતા, જેમાંના ૧૨૦૮૧ પોલીસ અને હોમગાર્ડ જવાનો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું. આમ, કુલ ૮૭.૩૫ ટકા મતદાન જાવા મળ્યું હતું. વિધાનસભાની ચૂંટણીમાં ફરજ પર રોકાયેલા સ્ટાફ માટે ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવેલી સ્પેશિયલ પોલિંગ ફેસીલીટી અંતર્ગત અમદાવાદ જિલ્લામાં પાંચ કેન્દ્રો ઉપર ૨૫ અને ૨૬ નવેમ્બરના રોજ પોલીસ જવાનો માટે વોટિંગ કેમ્પની વ્યવસ્થા કરવામાં આવી હતી. જે સંદર્ભે અમદાવાદ જિલ્લાના પોલીસ અને સુરક્ષાકર્મીઓ માટે અલાયદા પાંચ સેન્ટર પર પોલીસ કર્મીઓ માટે સવારે ૯ વાગ્યા થી સાંજ ના ૫ વાગ્યા સુધીમાં મતદાનની વ્યવસ્થા ગોઠવાઈ હતી. જ્યાં પોલીસ કર્મીઓ અને હોમગાર્ડ જવાનોમાં લોકશાહીના મહાપર્વમાં ચૂંટણીને લઈને ઉમંગ અને ઉત્સાહનો માહોલ જાવા મળ્યો હતો.