બોલિવૂડ પ્લેબેક સિંગર જુબિન નૌટિયાલ સ્વસ્થ થયા પછી ઘરે પરત ફર્યો
બોલિવુડ ઈન્ડસ્ટ્રીમાં ખુબ જ ટુંકા સમયમાં પોતાની ઓળખ બનાવનાર મશહુર પ્લેબેક સિંગર જુબિન નૌટિયાલ ગુરુવારના રોજ તેના ઘરની સીડી પરથી પડી જતા ઘાયલ થયો હતો. ત્યારબાદ તેને હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સિંગર પડી જતા તેના શરીરના અમુક ભાગમાં ઈજા થઈ હતી. જુબિન સાથે આ અક્સ્માત ગુરુવારના રોજ થયો હતો.સીડી પરથી પડી જતા જુબિનની કોણી અને પાંસળીઓ તુટી ગઈ અને માથામાં સામાન્ય ઈજા થઈ છે. અકસ્માત બાદ તેને મુંબઈની હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે, હોÂસ્પટલમાં સિંગરના હાથમાં ઓપરેશન કરવામાં આવ્યું છે.
આ વચ્ચે સિંગરે પોતાના ચાહકોને હેલ્થ અપટેડ શેર કર્યું છે. સિંગરે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોતાનો એક ફોટો શેર કર્યો છે. જેમાં જાઈ શકાય છે કે, તેના એક હાથમાં ખુબ ઈજા થઈ છે.
શેર કરેલા ફોમાં ઝુબિન હોÂસ્પટલના બેડ પર પડેલો જાવા મળી રહ્યો છે. તેમની સામે સાદો ખોરાક પણ છે. જેને સિંગર ખાતા જાવા મળે છે. આ પોસ્ટ શેર કરતી વખતે જુબીન નૌટિયાલે તેના કેપ્શનમાં લખ્યું છે કે, તમારા બધાના આશીર્વાદ માટે આભાર. ભગવાનની નજર મારી પર છે અને આ જીવલેણ અકસ્માતમાં મને બચાવ્યો. મને રજા આપવામાં આવી છે અને હું સ્વસ્થ થઈ રહ્યો છું.
જુબિનની આ પોસ્ટ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહી છે. સાથે જ, ચાહકો હવે તેના સ્વાસ્થ્ય અપડેટથી ખૂબ જ ખુશ છે. આ સાથે સિંગરના ચાહકો તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, ઝુબિને ઈન્ડસ્ટ્રીને ઘણા હિટ ગીતો આપ્યા છે. તેના ગીતો ચાહકોમાં ખૂબ જ પ્રખ્યાત છે. સિંગર પોતાના કામની સાથે સાથે અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે.