ગુજરાતી બુક ક્લબ અને અન્ય બે સંસ્થાઓ દ્વારા ગઝલોની ગલીઓમાં “એક સફર” નામની વર્કશોપ યોજાયો
ગુજરાતી બુક ક્લબ અને અન્ય બે સંસ્થાઓના ઉપક્રમે ” ગઝલની ગલીઓમાં એક સફર ” નામના એક વર્કશોપનું આજ રોજ ૩ ડિસેમ્બરે સાંજે ૪ કલાકે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા લેખક, પ્રોફેસર અને કવિ ધ્વનિલ પારેખ દ્વારા વિદ્યાર્થીઓને છંદ વિશે જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ NIMCJ સંસ્થા, ગોરધન થાળ ડાઇનિંગ હોલની ઉપર, એસ. જી. હાઇવે, અમદાવાદ ખાતે યોજાયો હતો. વિદ્યાર્થીઓને જ્ઞાન પીરસવા હંમેશા અગ્રેસર રહેનાર, વિદ્યાર્થીઓના પ્રિય એવા પ્રોફેસર ધ્વનિલ પારેખ દ્વારા વિદ્યાર્થીઓને ગઝલના છંદો વિશે સમજ આપવામાં આવી હતી અને વિશેષરૂપે ગઝલના છંદો વિશે વિગતો આપવામાં આવી હતી. ગઝલના આંતર અને બાહ્ય સ્વરૂપ વિશે વિદ્યાર્થીઓ સાથે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી અને છાત્રોને રસ પડે એ રીતે ચર્ચા કરવામાં આવી હતી.