બીજા તબક્કામાં ૯૩ બેઠકો માટે શાંતિપૂર્ણ મતદાન સંપન્ન: સરેરાશ ૫૬ % મતદાન થયું, શહેરી વિસ્તારમાં ઓછું મતદાન
ગુજરાત વિધાનસભાની ૯૩ બેઠકો પર આજે બીજા તબક્કાનું મતદાન કડક સુરક્ષા બંદોબસ્ત વચ્ચે સંપન્ન થયું હતું ૧૪ જિલ્લાની ૯૩ બેઠકો પર ૮૩૩ ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉતર્યા હતાં જેમાં ૭૬૪ પૂરૂષ અને ૬૯ મહિલા ઉમેદવારો સમાવેશ થાય છે જેમનું ભાવિ મતદારોએ ઇવીએમ મશીનમાં સીલ કર્યું હતું. મતદાન માટે ૨૬ હજાર ૪૦૯ મતદાન મથકો બનાવવામાં આવ્યા હતાં જેમાં ૮ હજાર ૫૩૩ શહેરી મતદાન મથકો અને ૧૭ હજાર ૮૭૬ ગ્રામ્ય વિસ્તારમા મતદાન મથકો બનાવવામાં આવ્યા હતાં બીજા તબક્કામા ૩૬ હજાર ૪૩૯ બેલેટ યુનિટનો ઉપયોગ થયો હતો અને ૩૬ હજાર ૪૩૯ કંટ્રોલ યુનિટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બીજા તબક્કામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ભાજપના ૨૦ નેતાનું ભાવી મતદારોએ નક્કી કર્યું છે કોંગ્રેસના ૧૨ દિગ્ગજ નેતાઓ મેદાનમાં હતાં
મતદાન સવારે શરૂ થયું હતું જા કે ઠંડી હોવાને કારણે મતદાન ધીમુ રહ્યું હતું જા કે બપોરે મતદાનમાં વેગ આવ્યો હતો અને મતદાનની ટકાવારી વધી હતી ૯૩ બેઠકો પર સરેરાશ ૫૬ ટકા જેટલું મતદાન રહ્યું હતું.ગ્રામિણ વિસ્તારોમાં મતદાન વધુ હતું જયારે શહેરી વિસ્તારોમાં મતદાન ઓછું રહેવા પામ્યુ હતું.આ મતદાન ગયા વર્ષ કરતા ઓછું રહેતા રાજકીય પક્ષોના નેતાઓ અને ઉમેદવારોની ઉધ હરામ થઇ જશે તે નક્કી છે જા કે ચુંટણી પરિણામ ૮મી ડિસેમ્બરના રોજ આવશે
બીજા તબક્કામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી,મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી અને રાજયપાલ આનંદીબેન પટેલ, કેન્દ્રીય મંત્રી અમિત શાહે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે અમદાવાદમાં મતદાન કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાએ પણ મતદાન કર્યું હતું. આ ઉપરાંત અનેક વૃધ્ધ મતદારોએ મતદાન કર્યું હતું. પ્રથમ વખત મતદાન કરતા મતદારોમાં ભારે ઉત્સાહ જાવા મળ્યો હતો કેટલાક સ્થળોએ મતદાન શરૂ થાય તે પહેલા મતદાન મથકો પર લાઇનો જાવા મળી રહી હતી.ક્રિકેટર બંધુઓ ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણે સહપરિવાર સાથે મતદાન કર્યું. ઈરફાન અને યુસુફ પઠાણે કહ્યું કે કઈ પણ હોય પણ અમે પરિવાર સાથે મતદાન કરવા માટે અવશ્ય આવીએ છીએ આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ચહેરા ઈસુદાન ગઢવીએ અમદાવાદના બોપલના ઘૂમા વિસ્તારમાં મતદાન કર્યું. તેમણે મતદાન બાદ મોટો દાવો કર્યો. ઈસુદાન ગઢવીએ કહ્યું કે પાર્ટીને બીજા તબક્કામાં ઓછામાં ઓછી ૫૨ બેઠક મળશે. જા કે પહેલા તબક્કાના મતદાનમાં પણ પાર્ટીને ૫૧ બેઠકો મળવાનો દાવો ઈસુદાન ગઢવીએ કર્યો.વડોદરાની સયાજીગંજ બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર સ્વેજલ વ્યાસ વિવાદમાં સપડાયા છે. તેમણએ પોતાના વોટ્સએપ સ્ટેટસમાં ઈવીએમમાં મતદાન કરતો વીડિયો મુકતા વિવાદ થયો છે.આણંદમાં મતદાનનું મૂલ્ય સમજાવવાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. વયોવૃદ્ધ પથારીવશ વૃદ્ધાએ મતદાનમાં ઉત્સાહ દાખવી મિસાલ કાયમ કરી. એમ્બ્યુલન્સમાં મહિલા મતદાર મતદાન મથક પહોંચ્યા. બીમાર અને પથારીવશ હોવા છતાં મતદાન મથક પહોંચી મતદાન કર્યું હતું વડોદરામાં સરસ્વતી સ્કૂલમાં મતદારોએ હોબાળો મચાવ્યો. મતદારો એક કલાકથી લાઈનમાં ઊભા રહ્યા હોવા છતાં તેમનો નંબર આવતો નથી એવો તેમનો આક્ષેપ હતો. ત્રણ મહિલા અને એક પુરુષને મતદાન કરવા માટે જવા દેવામાં આવતા હોવાથી પુરુષ મતદારો રોષે ભરાયા હતાં
બીજા તબક્કાના મતદાન દરમિયાન અનેક જગ્યાએ ઇવીએમ મશીન ખરાબ થઇ ગયા હતાં જેને કારણે મતદાનમાં અવરોધ ઉભો થયો હતો.જા કે બાદમાં ઇવીએમ મશીન બદલ્યા બાદ મતદાન ફરી શરૂ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસના ગઢમાં મતદાન ધીમુ કરાવવામાં આવ્યું છે ચુંટણી પંચના અધિકારીઓએ ભાજપના એજન્ટ તરીકે કામ કર્યું છે. તેમણે આરોપ લગાવતા કહ્યું હતું કે મતદાનના દિવસે પણ વડાપ્રધાન ચુંટણી પ્રચાર કરી રહ્યાં છે. તેઓએ રાણીપ વિસ્તારમાં મતદાન કર્યા બાદ રોડ શો આયોજીત કર્યો છે અમે આ અંગેની ફરિયાદ ચુંટણી પંચમાં કરવાના છીએ કલોલ ૩૮-વિધાનસભા બેઠકમાં સંત અન્ના સ્કૂલના વોટિંગ બૂથની બહાર ગેરરીતિ થતી હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ ઉમેદવાર બળદેવજી ઠાકોર ઘટનાસ્થળે પહોંચ્યા હતા, જ્યાં ચોક્કસ પક્ષના લોકો સાથે ગાળાગાળી બાદ મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો, જેથી પોલીસે તાત્કાલિક સ્થળે પહોંચી સમગ્ર મામલો શાંત પાડ્યો હતો.ઊંઝા વિધાનસભામાં આવતા કરલી ગામે બૂથ નજીક ભાજપના Âસ્ટકરવાળી ઇનોવા ગાડી આવતાં આમ આદમી પાર્ટી અને ભાજપના ઉમેદવારો-કાર્યકરો વચ્ચે બોલાચાલી થઈ હતી. જાકે પોલીસે આવીને મામલો શાંત પાડ્યો હતો. તો બેચરાજીના બરીયફ ગામે પોતાની પડતર માગણી પૂરી ન થતાંચૂંટણી બહિષ્કાર કર્યો હતો.