ગુજરાત

ચૂંટણી પંચ દ્વારા નિયુક્તિ કરાયેલા 4 નિરીક્ષકો દ્વારા સરકારી પોલીટેકનિક હિંમતનગર ખાતે કાઉન્ટીંગ સેન્ટરનું માઇક્રો ઓબ્ઝર્વર ​કરાયું

વિધાનસભા સામાન્ય ચૂંટણી ૨૦૨૨ અંતર્ગત સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભાની મતગણતરી આજે તારીખ ૮/૧૨/૨૦૨૨ ના રોજ સવારે ૮:૦૦ કલાકે સરકારી પોલીટેકનિક ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે.તેને તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો છે.
મતગણતરી પૂર્વે સ્ટ્રોંગરૂમ, મતગણતરીમાં સંકળાયેલા સ્ટાફ અને કાઉન્ટિંગ સેન્ટર, વાહન પાર્કિંગ, કાઉન્ટિંગ સેન્ટરમાં પાસ સિવાયના વ્યક્તિઓ પર પ્રવેશ નિષેધ વાહનોના અવર જવર પર જાહેરનામા દ્વારા કાઉન્ટીંગ સેન્ટરથી પસાર થતા રસ્તાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ઉમેદવાર અને એજન્ટોને પ્રવેશપાસ વાહન પાસ અપાયેલા હોય તે જ કાઉન્ટિંગ સેન્ટરમાં પ્રવેશ કરી શકશે. ચૂંટણી ફરજ સાથે સંકળાયેલા વ્યક્તિઓ પણ બિલ્ડીંગમાં બેરીકેટ લગાવ્યા છે તેમાંથી જે સાઈન બોર્ડ અને કલરકોડ પ્રમાણે પ્રવેશ કરવાનો રહેશે અને જે બોર્ડર લાઈન દોરવામાં આવી છે તેની મર્યાદા સુધી જઈ શકશે. કામગીરી જોઇ શકશે.
ચૂંટણી ફરજ પરના ઓલ એક્સેસ પાસ સિવાય કોઈ પણ અંદર પ્રવેશ કરી શકશે નહીં. ઓબ્ઝર્વર અને આર.ઓ તથા કાઉન્ટિંગ સાથે સંકળાયેલા વ્યક્તિઓ જ કાઉન્ટિંગ હોલમાં ટેબલ વાઈઝ ઉભી કરેલી વ્યવસ્થા પ્રમાણે કામગીરી કરશે. શાંતિપૂર્ણ રીતે ડિસ્ટર્બન્સ વિના મતગણતરી સુચારુ રીતે સંચાલન થાય તે જોવાનું રહેશે અને વખતો વખતની સુચના અને ચૂંટણી પંચની ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરવાનું રહેશે. બિનજરૂરી તકરાર ન થાય તે માટે ત્રિ-સ્તરીય સુરક્ષા કર્મીઓને સહકાર આપવા અપિલ કરવામાં આવી છે.
સરકારી પોલીટેકનિક ખાતે જનરલ ઓબ્ઝર્વર શ્રી દેબાશીલ દાસ (આઈ.એ.એસ) હિંમતનગર- પ્રાંતિજ ઇડરના નિરીક્ષકશ્રી હિમાંશુ કુમાર રાય (આઈ.એ.એસ) તેમજ હરિયાણા કેડરના આસીમા સાગવાન પ્રાંતિજ વિધાનસભા અને રાજસ્થાન કેડરનાશ્રી પ્રેમસિંઘ ચારણ ,ખેડબ્રહ્માના નિરીક્ષકશ્રીઓએ સમગ્રતયા મતગણતરી સેન્ટરના કાઉન્ટિંગ હોલ, સ્ટ્રોંગરૂમ તથા મતગણતરી માટે ઉભા કરાયેલા કાઉન્ટિંગ ટેબલ તથા વી.વી.પેટ કાઉન્ટિંગ કેબિન રૂમોમાં સી.સી.ટી.વી કેમેરા સહિત આવન જાવન માર્ગ અને ઇ.વી.એમ મશીન લાવવા માટેની ટનલ બેરીકેટેડ રૂટનું નિરીક્ષણ કર્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયા દ્વારા કામગીરીનું સંચાલન અને કાઉન્ટિંગ સ્ટાફ તેમજ ઉમેદવાર અને એજન્ટોની બેઠક વ્યવસ્થા અને માઈક દ્વારા એનાઉન્સ સુરક્ષા વ્યવસ્થા સહિતની માહિતી જિલ્લા પોલીસ વડાશ્રી વિશાલ વાઘેલા દ્વારા નિરીક્ષકોને આપી હતી અને ઉભી કરાયેલી વ્યવસ્થા અંગે નિરીક્ષકોને માહિતગાર કર્યા હતા. આ મુલાકાત વેળાએ ચાર વિધાનસભાના આર.ઓ નાયબ ચૂંટણી અધિકારી અને ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બિલ્ડીંગની ૧૦૦ મીટરની ત્રિજ્યામાં નક્કી કરેલા લિમિટેડ વાહનો પાર્કિંગ કરવાનું રહેશે તથા મેઇન ગેટ છે ત્યાંથી ચાલીને આવવાનું રહેશે. જે વાહનોને પાસ હશે તે જ અંદર જઈ શકશે. નક્કી કરેલી પાર્કિંગ વ્યવસ્થામાં પાર્ક કરવા પોલિટેકનિકની બાજુમાં આવેલી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના કમ્પાઉન્ડમાં હેલીપેડ ખાતે વાહનો પાર્ક કરવાના રહેશે તથા અંદર આવતા લોકોએ પોતાના મોબાઈલ બહાર રાખવાનો રહેશે. મોબાઇલ લાવવા પર પ્રતિબંધ છે. પોતાની ગાડીમાં રાખીને આવવાનું રહેશે.
પોલીટેકનિક ચાર રસ્તાથી સિવિલ હોસ્પિટલના મુખ્ય દરવાજા સુધીના રસ્તા ઉપર વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ છે. તે માટે વૈકલ્પિક રસ્તાઓ પરથી લોકો વાહનોમાં જઈ શકાશે. ગઢોડા ગામથી મોતીપુરા પોલિટેકનિક તરફ આવતા વાહનો સિવિલ હોસ્પિટલ સામે આવેલા સંકુલ કેન્સર હોસ્પિટલના આગળના રસ્તે થઈ જી.આઇ.ડી.સીથી મોતીપુરા તરફ પોલિટેકનિકથી ગઢોડા તરફ જતા વાહનો મોતીપુરા નેશનલ હાઈવે રોડ થઈ સાબર ડેરી ત્રણ રસ્તા તરફ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ સામે આવેલા દુકાનોના વેપારીઓ તેમજ શરણમ સોસાયટી,આદર્શ બંગ્લોઝ સોસાયટીના રહીશોના વાહન મોતીપુરા થી સિવિલ રોડ આવતા ટી.પી રોડ થઈ મોતીપુરા હિંમતનગર શહેર તરફ વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ છે.તેમ જિલ્લા કલેક્ટરના જાહેરનામામાં જણાવાયું છે.
આ જાહેરનામાં મુજબ અપવાદ સરકારી વાહનો/સરકારી કામે રોકાયેલા વાહનો સિવિલ હોસ્પિટલના દર્દીઓ ઇમરજન્સી સેવાઓ ચૂંટણી સાથે જોડાયેલા તમામ સરકારી અધિકારી કર્મચારીઓના વાહનોને આ પ્રતિબંધ લાગુ પડશે નહીં.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x