કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ચંદીગઢમાં લગ્ન કરે તેવી શક્યતા
સિદ્ધાર્થનો પરિવાર દિલ્હીમાં રહેતો હોવાથી, પ્રેમી યુગલે લગ્ન સ્થળ તરીકે ચંદીગઢને પસંદ કર્યું, જે દિલ્હીની નજીક છે. આ પ્રેમી યુગલ નજીકના પરિવારના સભ્યોની હાજરીમાં ચંદીગઢની એક ફાઇવ સ્ટાર હોટલમાં લગ્ન કરશે. સાથે જ તેનું રિસેપ્શન મુંબઈમાં યોજાવા જઈ રહ્યું છે. બોલીવુડમાં લગ્નની સિઝન ચાલી રહી છે. અથિયા શેટ્ટી અને ક્રિકેટર કેએલ રાહુલ જાન્યુઆરી 2023માં લગ્ન કરશે તેવી અફવા છે. આ સિવાય કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા જાન્યુઆરીમાં લગ્ન કરવાના અહેવાલો છે.
સૂત્રએ જણાવ્યું કે, કિયારાનો પરિવાર ગેસ્ટ લિસ્ટ બનાવી રહ્યો છે. જેમાં કરણ જોહર, અશ્વિની યાર્દીના નામ ફાઈનલ છે.વરુણ ધવન, વિકી કૌશલ, કેટરીના કૈફ, રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીને પણ આમંત્રિત કરવામાં આવે તેવી શક્યતા છે.