ગાંધીનગરગુજરાત

ગાંધીનગર સાહિત્યસભા દ્વારા સતત ત્રીજા વર્ષે શબદ દિપોત્સવી અંક પ્રકાશિત કરવામાં આવી રહ્યો છે. આ વખતે કુલ ૧૩૦ પદ્ય રચનાઓ અને ૧૦૧ ગદ્ય રચનાઓ સાથે દળદાર દીપોત્સવી અંક તૈયાર થયો છે. ગાંધીનગર સાહિત્યસભાના અધ્યક્ષ સંજય થોરાતની અધ્યક્ષતામાં આ પુસ્તકનો લોકાર્પણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે.

શબદ દીપોત્સવી અંકની સાથે ગાંધીનગર સાહિત્યસભાના કારોબારી સભ્ય અને જાણીતા ધારાશાસ્ત્રી ડૉ. અશ્વિન ત્રિવેદીના પુસ્તક ‘ભારતમાં છુટાછેડા અને અલગતા’ અંગ્રેજી ગુજરાતી બન્ને ભાષામાં તૈયાર પુસ્તકનું લોકાર્પણ પણ રાખવામાં આવ્યું છે. ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર શ્રી ડૉ. જયેન્દ્રસિંહ જાદવ દ્વારા આ બન્ને પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવશે.
શબદ દીપોત્સવી અને ભારતમાં છુટાછેડા અને અલગતા લોકાર્પણ કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યામંદિર સેક્ટર – ૭ ખાતે રવિવાર દિનાંક ૧૧ ડિસેમ્બરના રોજ સાંજે છ વાગ્યે આયોજિત કરવામાં આવ્યો છે. ગાંધીનગર સાહિત્યસભાના સભ્યોને શબદ દીપોત્સવી અંક વિના મૂલ્યે આપવામાં આવશે, કાર્યક્રમના અંતમાં સુરુચિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે એમ સાહિત્યસભાના ઉપાધ્યક્ષ કલ્પેશભાઈ પટેલે જણાવ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x