ગુજરાત વિધાનસભામાં મહિલાઓનો દબદબો! ભાજપની ૧૪ મહિલા ઉમેદવારોની જીત,આપની એક પણ નહીં
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ચૂક્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓનો દબદબો જાવા મળ્યો છે. આ વખતે કુલ ૧૩૮ મહિલાઓએ ઝંપલાવ્યું હતું. ગુજરાત ચૂંટણીમાં ભાજપની ૧૪ મહિલા ઉમેદવારની જીત છે. જેમાંથી ભાજપની ૧૭ મહિલા ઉમેદવારો, કોંગ્રેસના ૧૪ મહિલા ઉમેદવારો અને આપની માત્ર ૬ ઉમેદવારો હતા. જ્યારે અપક્ષમાંથી ૧૦૨ મહિલાઓ પણ ચૂંટણી જંગમાં હતા. પરંતુ મહત્વપૂર્ણ વાત એ છે કે પરિણામમાં મુખ્ય ત્રણ પક્ષની માત્ર ૧૫ મહિલાઓનો વિજય થયો છે.
રાજકોટ પÂશ્વમ બેઠક પરથી ડા.દર્શિતા શાહની જીત
જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના રીવાબા જાડેજાની જીત
નરોડા બેઠક પરથી ભાજપા ડા.પાયલ કુકરાણીની જીત
લીંબાયત બેઠક પરથી ભાજપના સંગીતા પાટીલ આગળ
રાજકોટ ગ્રામ્ય બેઠક પરથી ભાજપના ભાનુ બાબરીયાની જીત
ગોંડલ બેઠક પરથી ગીતાબા જાડેજાની જીત
ભાવનગર પૂર્વ બેઠક પરથી ભાજપના સેજલ પંડ્યાની જીત
કચ્છની ગાંધીધામ બેઠક પર ભાજપના માલતી મહેશ્વરીની જીત
ઠક્કરબાપાનગર બેઠક પર ભાજપના કંચનબેન રાદડિયાની જીત
કુતિયાણા બેઠક પરથી ભાજપના ઢેલીબેન ઓડેદરાની હાર
વાવ બેઠક પર કોંગ્રેસના ગેનીબહેન ઠાકોરની જીત
સયાજીગંજ બેઠક પર કોંગ્રેસના અમી રાવતની હાર
માંજલપુર બેઠક પર કોંગ્રેસના ડા.તશ્વીન સિંહની હાર
કોંગ્રેસ તરફથી કુલ ૧૪ મહિલાઓ ચૂંટણી લડી હતી. જેમાંથી એક જ મહિલાઓનો વિજય થયો છે. જ્યારે ૧૩ મહિલા ઉમેદવારોની હાર થઈ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની એક પણ મહિલાઓનો વિજય થયો નથી. જે પૈકી હારેલી ઘણી મહિલાઓની ડિપોઝિટ પણ ડૂલ થાય એવો માહોલ સર્જાયો છે.