વેદ ઈન્ટિગ્રેટેડ કેમ્પસ દ્વારા સંચાલિત એ.વી.વી. ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ માં જ્ઞાનકુંજ નું આયોજન કરવામાં આવ્યું
*વેદ ઈન્ટિગ્રેટેડ કેમ્પસ દ્વારા સંચાલિત એ.વી.વી. ઇંગ્લીશ મીડીયમ સ્કૂલ માં જ્ઞાનકુંજ નું આયોજન કરવામાં આવ્યું*
બાળકોના અંદર છુપાયેલી પ્રતિભાને બહાર લાવવા શાળા દ્વારા ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. બાળકોની આંતરિક શક્તિને ખીલવવા સુંદર મજાના ટોપિક્સ ઉપર તેમને અનુરૂપ મોડેલ પ્રોજેક્ટ ચાર્ટ પેપર્સ બનાવી વિદ્યાર્થીઓએ તેમની અદભુત શૈલીમાં આ જ્ઞાનકુંજમાં સુંદર મજાની રજૂઆત કરી હતી. જેમાં શાળાના વર્ગના દરેકે દરેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ સંગીત, નૃત્ય, વિજ્ઞાન, ગણિત, વૈદિક મેથ્સ, કલા, સાહિત્ય, ઇતિહાસ, રમત ગમત, ડેઝર્ટ દરેક વિષય આવરી લઈ ફેકલ્ટીઝના સતત માર્ગદર્શન હેઠળ તેને અનુરૂપ લાઈવ પ્રોજેક્ટ અને મોડેલ બનાવી અને વિદ્યાર્થીઓએ તેમની મહેનત તથા વાલીના માર્ગદર્શનથી ખૂબ જ સુંદર મજાની રજૂઆત કરી હતી. જેમાં મોટી સંખ્યામાં વાલીઓએ ઉપસ્થિત રહી અને ખુબ જ સહકાર આપ્યો હતો અને બાળકો માં ઉત્સાહ વધાર્યો હતો. આ જ્ઞાનકુંજ ની ઇવેન્ટ દ્વારા બાળકો માં છુપાયેલ અલગ-અલગ પ્રકારના હુન્નર તથા કૌશલ્યને ઓળખી શક્યા હતા. શાળા પરિવારે બાળકોને તથા તેમની કલાને બિરદાવ્યા હતા.