ડૉ.જશવંત રાઠોડનું સંશોધન: સામ્રાજ્યવાદ થી રામરાજ્યવાદ તરફ લઈ જતી આજની મોદી સરકારના જનહિત કાર્યક્રમો તથા લોક કલ્યાણની યોજનાઓમાં ગાંધીજીનો પ્રભાવ
આઈજીઆઈ ગ્લોબલ પબ્લિકેશન દ્વારા માર્ચ-એપ્રિલ 2023 માં વૈશ્વિક સાતત્યપૂર્ણ માનવીય વિકાસ નામનું એક આંતરરાષ્ટ્રીય પુસ્તક પ્રકાશિત થવાનું છે. આ પુસ્તકમાં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ નેત્રંગ અંગ્રેજીના પ્રાધ્યાપક ડૉ. જશવંત રાઠોડ ના સંશોધન પત્ર માટે ના પ્રપોઝલનો સ્વીકાર થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડૉ. રાઠોડ “આજની મોદી સરકારના જનહિત કાર્યક્રમો તથા લોક કલ્યાણની યોજનાઓમાં ગાંધીજીનો પ્રભાવ” વિશે એક સંશોધન લેખ તૈયાર કરશે. તેમના. દ્વારા રચિત આ લેખને વૈશ્વિક સ્તરે પ્રકાશિત કરવામાં આવશે. તેઓ એ આ લેખમાં બતાવ્યું છે કે હાલ ની સરકાર ની યોજનાઓ અને કાર્યક્રમો માં ગાંધીજીના વિચારોનો પ્રભાવ જોવા મળે છે. આ લેખમાં વિવિધ કાર્યક્રમો તેમજ યોજનાઓ જેવી કે સ્વચ્છતા અભિયાન, આત્મનિર્ભર ભારત વગેરેનો અભ્યાસ કરી તેમના લોક કલ્યાણ હેતુ પડેલા પ્રભાવ નું વિશ્લેષણ કરવામાં આવશે. આ વિશે ડૉ. રાઠોડ સાથે વાત કરતા એમણે જણાવ્યું હતું કે આજ ની સરકારની જનહિત યોજનાઓ ની લોકોમાં હકારાત્મક અસર જોવા મળી રહી છે. તેમાં ગાંધીજીના પ્રભાવ તો દેખાય જ છે પરંતુ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના રાષ્ટ્રના આર્થિક વિકાસના સપનાઓ સિદ્ધ થાય છે. ભારતની સામ્રાજ્યવાદ થી રામ રાજ્યવાદ તરફની આ ગતિ નોંધપાત્ર છે.
ડૉ જસવંત રાઠોડ ને મહાત્મા ગાંધી સાહિત્ય સેવા સંસ્થા ગાંધીનગર ગુજરાત ના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ ગુલાબ ચંદ પટેલ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે.