ગુજરાત

ગુજરાતની ચૂંટણી દરમિયાન ૮૦૧ કરોડ રૂપિયા જપ્ત થયા

ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ચૂંટણી પ્રક્રિયા દરમિયાન એન્ફોર્સમેન્ટ એજન્સીઓએ અનુક્રમે ૮૦૧.૮૫ કરોડ રૂપિયા અને ૫૭.૨૪ કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ૨૦૧૭માં અગાઉની વિધાનસભા ચૂંટણીની સરખામણીમાં ગુજરાતમાં ૨,૮૪૬.૮૯ ટકા અને હિમાચલ પ્રદેશમાં ૫૩૩.૮૮ ટકાનો આ નોંધપાત્ર ઉછાળો છે. ૨૦૧૭ની ચૂંટણીમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કુલ જપ્તી અનુક્રમે ૨૭.૨૧ કરોડ રૂપિયા અને ૯.૦૩ કરોડ રૂપિયા હતી. ગુજરાતના કચ્છના સરહદી જિલ્લાના મુન્દ્રા બંદરેથી ફ્રીબીઝની જંગી જપ્તીની જાણ કરવામાં આવી હતી, જ્યાં ડીઆરઆઈએ ૧૬૦ કરોડ રૂપિયાથી વધુની મફત વસ્તુઓ જપ્ત કરી હતી.

ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત પહેલા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયાના અહેવાલોને પગલે કમિશને કોસ્ટ ગાર્ડ, એનસીબી અને એટીએસને ડ્રગ્સ જપ્તી પર કડક નજર રાખવાનો નિર્દેશ આપ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે પરિણામો પ્રોત્સાહક હતા કારણ કે છ્‌જીએ વડોદરામાં ગેરકાયદે યુનિટનો પર્દાફાશ કર્યો હતો અને મોટા પ્રમાણમાં ડ્રગ્સ જપ્ત કર્યું હતું. કુલ ૪૭૮ કરોડ રૂપિયાના ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા. ખાસ વાત એ છે કે મતદાન બાદ પણ સખતાઈ ચાલુ છે. પોલીસ નોડલ દ્વારા જાણ કરવામાં આવ્યા મુજબ, ૭મી ડિસેમ્બરના રોજ એટીએસએ ગોરવા, વડોદરા ખાતે વધુ સર્ચમાં ૧૨૧ કરોડ રૂપિયાની કિંમતનો ૨૪ કિલો મેફ્રેડોન ડ્રગનો જથ્થો જપ્ત કર્યો હતો.
એ જ રીતે, હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાંથી રેકોર્ડ દારૂ (૫.૦૪ લાખ લિટર) લઈ જવામાં આવ્યો, જે પંજાબના હોશિયારપુર જિલ્લામાં અને સિરમૌર જિલ્લામાં ૨.૫૧ લાખ લિટર દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો. હિમાચલ પ્રદેશનો સિરમોર જિલ્લો હરિયાણા અને ઉત્તરાખંડની સરહદ પર આવેલો છે. પંચે ૨૩ નવેમ્બરના રોજ ગુજરાત અને તેના પડોશી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો – રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટÙ, દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીના મુખ્ય સચિવો, ડીજીપી, આબકારી કમિશનર, ડીજી (ઇન્કમ ટેક્સ) અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. કાયદો અને વ્યવસ્થાની Âસ્થતિની સમીક્ષા કરવા અને મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ મતદાન કરવા માટે સંકલિત સહભાગિતા માટે તેનું આયોજન કરવામાં આવ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x