ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શપથ વિધિની તૈયારીઓ શરૂ, જાનો કોણ કોણ હાજર રહેશે
વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડબ્રેક જીત બાદ ભાજપે નવી સરકારની રચના કરશે. શાનદાર જીત બાદ નવી સરકારની શપથ વિધિ એક મેગા શો બની રહે તે માટે આયોજન કરવામાં આવી રહ્યું છે. નવી સરકારની શપથ વિધિની શાહી તૈયારી ગાંધીનગરમાં શરૂ કરવામાં આવી છે. હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે શપથ વિધિની શાહી તૈયારી શરૂ કરવામાં આવી છે. હજારોની સંખ્યામાં કાર્યકરો હાજર રહે એ પ્રકારની બેઠક વ્યવસ્થા ઉભી કરાશે. તો શપથવિધિ કાર્યક્રમ દરમિયાન કુલ ૩ અલગ અલગ મોટા મંચ બનાવાયા છે. આ શપથવિધિ કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી, કેન્દ્રીય પ્રધાન સહિત અન્ય રાજ્યના મુખ્યપ્રધાનો હાજર રહેવાના હોવાથી વિશેષ તૈયારી કરવામાં આવી રહી છે.
તો બીજી તરફ મોટી સંખ્યામાં શપથવિધિ સમારંભમાં અન્ય રાજ્યમાંથી પણ મહેમાનો ઉપÂસ્થત રહેવાના હોવાથી બેઠક વ્યવસ્થાનું અલગ આયોજન કરાયુ છે. કુલ ૮ તબક્કામાં બેઠક વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જેમાં સાંસદો, વિજેતા ધારાસભ્યો, ઝ્રસ્ના મહેમાનો, ઉદ્યોગપતિ, કલાકારો, સંતો, વીવીઆઈપી અને સામાન્ય જનતા બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં એક મંચ પર રાજ્યપાલ, નવા ઝ્રસ્, નિયુક્ત મંત્રીમંડળના સભ્યો બેસશે. જ્યારે બીજા મંચ પર વડાપ્રધાન, કેન્દ્રીય પ્રધાન અને અન્ય રાજ્યના ઝ્રસ્ બેસે એવી વ્યવસ્થા ઉભી કરાશે.એટલું જ નહીં ત્રીજા મંચ પર સાધુ-સંતો માટે પણ ખાસ વ્યવસ્થા કરાઇ છે.