ગુજરાત

પક્ષ વિરોધી પ્રવૃતિ કરનાર વિધાનસભા સીટ પ્રમાણે યાદી તૈયાર કરાઈ, જવાબદારો સામે કડક પગલાં લેવાય તેવી શક્યતા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ ભાજપને રેકોર્ડ બ્રેક સત્તા પણ મળી, પરંતુ આ વખતે પહેલી વખત આ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે આંતરિક જૂથવાદનો સામનો કરવો પડ્યો છે. રાજકોટ જિલ્લાની કેટલીક બેઠકોમાં ભાજપનું એક જૂથ ભાજપના ઉમેદવારને હરાવવા માટે મેદાને ઉતર્યું હતું જેની ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ પહોંચી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભાજપના મોવડી મંડળે ઉમેદવારો સાથે ચર્ચા કરીને તેની વિધાનસભામાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર કાર્યકર્તાઓની યાદી તૈયાર કરી છે, જેને પ્રદેશ મોવડી મંડળ સમક્ષ રજૂ કરીને ટૂંક સમયમાં શિસ્તભગના પગલાં લેવાય તેવી પણ તૈયારી છે.

રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ઉદય કાનગડ મેદાને હતા. આ બેઠક પર ભાજપના જ એક જૂથે ઉદય કાનગડને હરાવવા માટે કામ કર્યું હોવાનું સામે આવ્યું છે. ઉદય કાનગડે પણ ભાજપ કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં ખુલ્લેઆમ આ વાત જાહેર કરી હતી અને કહ્યું હતું કે કેટલાક લોકો કેસરિયો ખેસ પહેરીને પંજા માટે કામ કરી રહ્યા હતા. ઉદય કાનગડની આ વાત સાથે રાજકોટ દક્ષિણ વિધાનસભાના ઉમેદવાર રમેશ ટીલાળાએ પણ સુર પુરાવ્યો હતો અને પક્ષ વિરોધી પ્રવૃત્તિ થઈ હોવાની વાત મૂકી હતી.
આ તરફ જસદણ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાને હરાવવા માટે અને કોંગ્રેસના ઉમેદવાર ભોળા ગોહિલને જીતાડવા માટે સમર્થન કરવાની ભાજપના નેતા ગજેન્દ્ર રામાણીની ઓડિયો Âક્લપ વાયરલ થઈ હતી. જેમાં ગજેન્દ્ર રામાણીએ કુંવરજી બાવળિયાને હરાવીને ભોળા ગોહિલને જીતાડવા કાર્યકર્તાઓને સૂચન કર્યું હતું અને જય ભોળાનાથના નામથી સાંકેતિક સંદેશો આપવા પણ કહ્યું હતું. આ અંગે કુંવરજી બાવળિયાએ ભાજપના પ્રદેશ મવડી મંડળને રજૂઆત કરી છે.
રાજકોટ જિલ્લાની સૌથી મજબૂત ગણાતી જેતપુર વિધાનસભા બેઠકમાં પણ ભાજપનો આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. ભાજપના નેતા જયેશ રાદડિયાની સામે સમાજવાદી પાર્ટીના ઉમેદવાર તરીકે એક વ્યÂક્તએ ફોર્મ ભર્યું. આ વ્યÂક્ત આ વિસ્તારની નોંધપાત્ર વસ્તી ધરાવતા ખાંટ સમાજમાંથી આવતા હતા, જે વિધાનસભામાં ૨૪,૦૦૦થી વધારે મત લઈ ગયા, જેના કારણે જયેશ રાદડિયાની લીડ કપાઈ. આ ઉમેદવાર પાછળ ભાજપનું જ એક જૂથ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.
હવે વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઈ છે અને ભાજપ એક શિષ્ટબંધ પાર્ટી છે ત્યારે પાર્ટી વિરુદ્ધ કામ કરનાર તમામ લોકોને નામની યાદી પ્રદેશ સમક્ષ રજૂ કરવામાં આવશે અને જવાબદારો સામે કડક પગલાં લેવાય તેવી પણ શક્યતા છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x