ગુજરાત

ગુડાના હદ વિસ્તારમાં આવેલી બહુમાળી ઇમારતો માટે ફાયર એનઓસી ફરજિયાત

રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલ કાયદામાં કરાયેલી જોગવાઈઓ મુજબ, આ અધિનિયમ તમામ બહુમાળી ઈમારતોને સમાનરૂપે લાગુ પડે છે, જ્યાં ઈમારતમાં ફાયર પ્રોટેક્શન સિસ્ટમ જરૂરી છે. જો કે હવે ગુડા વિસ્તારનો મોટા ભાગનો મહાનગર પાલિકામાં સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ ફાયર એનઓસીની આવશ્યકતા ધરાવતી ઇમારતો પણ હયાત ગુડા વિસ્તારમાં આવેલી છે. આ મુદ્દે હાઇકોર્ટે એકથી વધુ વખત માર્ગદર્શન આપ્યું છે. આ પછી સંબંધિતોએ પાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના સ્ટેશન ઓફિસર સાથે બિલ્ડિંગનું નિરીક્ષણ કરવું અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પાસેથી ફાયર એનઓસી મેળવવું ફરજિયાત છે. લાંબા સમય બાદ ગુડા વિસ્તારની બહુમાળી બિલ્ડીંગોમાં ફાયર સેફ્ટી સિસ્ટમની ચકાસણી કરવામાં આવશે. તમામ સરકારી કે ખાનગી ઈમારતોમાં ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવવી ફરજિયાત હોવા છતાં, તેનો અમલ ન કરનારાઓ ભૂતકાળમાં પકડાયા છે અને ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ 2013નું પાલન ન કરવા અંગે અગાઉ જાહેર નોટિસ પણ આપવામાં આવી છે.

સૂત્રોએ એમ પણ જણાવ્યું કે આ મુદ્દે જાહેર નોટિસ પણ આપવામાં આવી ચુકી છે.જેને નોટિસ છતાં એનઓસી મળી નથી તેમની તપાસ કરવામાં આવશે અને દોષિત જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ નિયમ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ 2013 હેઠળ બહુમાળી ઈમારતના માલિક, કબજેદાર, ચેરમેન, સેક્રેટરી, બિલ્ડર, ડેવલપર, ડિરેક્ટર, મેનેજર અથવા વપરાશકર્તાને લાગુ પડે છે. બહુમાળી બિલ્ડીંગમાં ફાયર સેફ્ટી અંગે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવવામાં આવે તો પ્રથમ તબક્કામાં ગટર અને પાણીના કનેકશન, બિલ્ડીંગનું ઈલેક્ટ્રીકલ કનેકશન કાપી નાખવા અને ઈમારતને સીલ કરવા સુધીના પગલાં લઈ શકાશે અને દંડ વસૂલવામાં આવશે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x