એક કદમ સ્વચ્છતા કી ઓર હીંમતનગર વિજાપુર હાઈવે મહિલા કોલેજ પાસે હાઈવે રોડ પર કચરાના ઢગ.
હીંમતનગર વિજાપુર હાઈવે મહિલા કોલેજ પાસે રોડ પર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે જાણે બોર્ડ મારવામાં આવ્યું હોય કે કચરો અહી નાખો.આજે દેશના વડાપ્રધાન સ્વચ્છતા માટે અભિયાનો ચલાવતા હોય ત્યાં અભિયાનને ભુલાવી જાહેર હાઈવે રોડ પર કચરો નાખવામાં આવી રહ્યો છે.જ્યાં ગાયો આ કચરો ચારો સમજી ચરી રહી હોય છે.જેને લઇ હાઈવે રોડ પર અકસ્માત થવાની સંભાવનાઓ વધી જાય છે સાથે ગાયોના આરોગ્યને પણ ગંભીર નુકશાન કરે છે.કચરાના ઢગ પાસેજ શેક્ષણિક સંકુલ આવેલ છે.જ્યાં ભણવા આવતા બાળકો પણ આ કચરામાંથી પસાર થવું કુબજ કઠીન બને છે.જોવાનું રહ્યું કે તંત્ર આ કચરો ક્યારે હટાવશે કે ત્યાં વર્ષોથી આ વિસ્તારામાં અદ્રશ્ય થયેલ કચરા પેટીઓ જોવા મળશે જેની રાહ કચરો પણ જોઈ રહ્યો છે.