હિંમતનગર તાલુકાના પુરાવા ગામે સ્મરણોનાના સરનામે અમે તમને મળવા આવ્યા અંતર્ગત સ્નેહમિલન સમારોહ યોજાયો..
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ગઢોડા ગામની માધ્યમિક હાઈસ્કૂલ ખાતે તાજેતરમાં સ્મરણોના સરનામે અમે તમને મળવા આવ્યા અંતર્ગત હાઈસ્કૂલ ના ભૂતપૂર્વ શિક્ષકો દ્વારા ૧૯૮૨થી ભણેલા ભૂ.પૂ.વિધાર્થી ભાઈ બહેનોનો સ્નેહમિલન સમારોહ પુરાલ ગામે આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં GCERT નિયામક ડી.એસ.પટેલ તેમજ અન્ય ભૂતપૂર્વ શિક્ષક અને ભૂ.પૂ.વિધાર્થીઓ ઉપસ્થિત રહી સંસ્કારોના શિખરો અને ઉચ્ચ સ્થાને પહોંચાડવામાં જેમનો અમૂલ્ય ફાળો રહ્યો છે એવા ભૂ.પૂ.ગુરૂજનોના આર્શીવાદ લીધા હતા. આ સ્નેહમિલન સમારોહ નું આયોજન આ શાળાના શિક્ષક અને એન.આર.આઈ. પ્રહલાદભાઈ વેણાભાઈ પંચાલ પુરાલવાળા દ્વારા કરવામાં આવ્યું હતુ.જેમા ભૂ.પૂ શિક્ષકો શાળા પરિવાર ગ્રામજનો શાળા સંચાલક મંડળના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.અને ભૂતકાળના સંસ્મરણો વાગોળવામા આવ્યા હતા. ભૂ.પૂ.શિક્ષકો ઉપરાંત ભૂ.પૂ.વિધાર્થી વિધાર્થીનોએ પણ ભૂતકાળ ની શિક્ષણ સહિતની પ્રવૃતીઓને યાદ કરી લોકોને ગદગદિત કરી દીધા હતા. આ પ્રસંગે કાન્તિલાલ પંચાલ ગોવિંદભાઈ પંચાલ સહિતના ભૂ.પૂ.શિક્ષકોએ ઉદબોધનો કર્યા હતા. વિદેશમાં હોવા છતાંય ભારતીય સંસ્કૃતિને મૂકતમને વખાણી હતી.શાળાના સંચાલક આર.કે પટેલ સહિતનાઓએ મૂળભારતના પણ હાલ અમેરિકા રહી વતનમાં વિરામને આવેલા મહેમાનોને સ્મૃતિચિહ્ન આપવામાં આવ્યા હતા..