ભૂપેન્દ્ર પટેલના પ્રથમ કાર્યકાળમાં સામેલ જીતુ વાઘાણી સહિત ૧૦ મંત્રીઓના પત્તા કપાયા
ગુજરાતમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ઐતિહાસિક જીત મેળવ્યા બાદ રાજ્યના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે બીજીવાર શપથ ગ્રહણ કરી લીધા છે. આજે ગાંધીનગરમાં યોજાયેલા શપથ સમારોહમાં ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા હતા. તેમની સાથે કુલ ૧૬ મંત્રીઓએ પણ શપથ લીધા છે. શપથ સમારોહમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, નાયબ મુખ્યમંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક લોકો હાજર રહ્યાં હતા.
ભૂપેન્દ્ર પટેલના પ્રથમ કાર્યકાળમાં મંત્રીમંડળમાં સામેલ ૧૦ લોકોને નવા મંત્રીમંડળમાં સ્થાન મળ્યું નથી. જેમાં સૌથી મોટું નામ જીતુ વાઘાણીનું છે. આ સિવાય સુરતથી ધારાસભ્ય પૂર્ણેશ મોદી, વિનો મોરડિયાને પણ તક મળી નથી. ભૂપેન્દ્ર પટેલના પ્રથમ કાર્યકાળમાં મહિલા મંત્રી તરીકે સામેલ મનીષા વકીલ, નિમિષા સુથારને પણ તક મળી નથી. આ સિવાય અર્જુનસિંહ ચૌહાણ, કિરીટ સિંહ રાણા, જીતુ ચૌધરી, ગજેન્દ્રસિંહ પરમારને પણ તક મળી નથી.
ભૂપેન્દ્ર પટેલના પહેલા મંત્રીમંડળના જે ૧૦ મંત્રીઓ કપાયા છે તેમાં જીતુ વાઘાણી,પૂર્ણેશ મોદી,કિરીટસિંહ રાણા,અર્જુનસિંહ ચૌહાણ,જીતુ ચૌધરી,મનિષા વકીલ,નિમિષા સુથાર,ગજેન્દ્રસિંહ પરમાર,વિનુ મોરડિયા,દેવા માલમનો સમાવેશ થાય છે