ગાંધીનગરગુજરાત

દહેગામ બાયડ રોડ પર આવેલા કડજોદરા ખાતે ડમ્પર ચાલકે એક વિદ્યાર્થી સાયકલ સવારને કચડી નાંખતા મોત

દહેગામ બાયડ હાઇવે પર ભગુજીના મુવાડા અને કડજેદરા વચ્ચે કડજોદરા ખાતે ધોરણ 9 નો 14 વર્ષીય વિદ્યાર્થી વરૂણસિંહ હિતેન્દ્રસિંહ (અજીતસિંહ) ઝાલા (ઉં.વ.14) તેની સાયકલ પર શાળાએથી ઘરે જઈ રહ્યો હતો. બપોરે 2.30 વાગે રામની જેમ પસાર થયા ત્યારે ડમ્પર ચાલકે વરુણસિંહને ટક્કર મારી કચડી નાખ્યો હતો.દહેગામ બાયડ રોડ પર નશામાં ધૂત આખલાની જેમ દિવસ-રાત દોડતા ભારે માલસામાન વાહનો અકસ્માતો સર્જી રહ્યા છે અને નિર્દોષ લોકોના મોત થઈ રહ્યા છે. અહી ડમ્પર ચાલકો ખુબજ ઝડપે દોડી રહ્યા છે. જેના કારણે તાલુકાના કડજેદરા પાસે સાયકલ પર શાળાએથી ઘરે જઈ રહેલા માસુમ અને માત્ર 14 વર્ષના વિદ્યાર્થીને પૂરપાટ ઝડપે આવેલા ડમ્પર ચાલકે કચડી નાખ્યો હતો.

જેના કારણે વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ ગામલોકોએ ઘટનાસ્થળે પહોંચીને રોષ વ્યક્ત કર્યો હતો. તેઓએ આ રોડ પર પસાર થતા લોકોને અટકાવ્યા હતા અને કેટલાક ડમ્પર ચાલકો તેમના વાહનો સ્થળ પર જ છોડીને ભાગી ગયા હતા. રખિયાલ પોલીસ પહોંચી હતી. ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ડમ્પરનું ટાયર ફાટવાને કારણે તે લોહીલુહાણ હાલતમાં પટકાયો હતો અને તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. માસૂમના મોતથી ચકચાર મચી ગઈ હતી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x