ગુજરાત

આ જ થી વિધાનસભા સત્રનો પ્રારંભ, ત્રણ દાવેદારમાંથી એક વિપક્ષ નેતા બની શકે છે

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજ્ય થયો છે. ૯૦ દાયકા બાદ સૌથી ઓછી બેઠક કોંગ્રેસ પક્ષને મળી છે. ત્યારે આવતીકાલે વિધાનસભા સત્રનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. સોમવારે નવા ચૂંટાયેલા ધારાસભ્યનો શપથ સમારોહ બાદ એક દિવસીય વિધાનસભા સત્ર મળશે. વિધાનસભા સત્રમાં વિપક્ષ નેતા કોણ હશે સૌ કોઇ માટે ચર્ચાનો વિશેષ છે. ન્યુઝ૧૮ ગુજરાતીને મળેલી માહિતી મુજબ, વિપક્ષ નેતા માટે ૩ મુખ્ય દાવેદાર મનાઇ રહ્યા છે. પૂર્વ વિપક્ષ નેતા અને પૂર્વ પ્રમુખ તેમજ પોરબંદરના ધારાસભ્ય અર્જૂનભાઇ મોઢવાડિયા, પૂર્વ પ્રદેશ પ્રમુખ અને અંકલાવ ધારાસભ્ય અમિત ચાવડા અને પૂર્વ ઉપ નેતા વિધાનસભા તેમજ દાણીલીમડા ધારાસભ્ય શૈલેષ પરમાર આ ત્રણ મુખ્ય ચહેરાઓ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે.

વિપક્ષ નેતા માટે આજે કોંગ્રેસના ચૂટાયેલા ધારાસભ્યની બેઠક ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે મળશે. દિલ્હી હાઇ કમાન્ડ દ્વારા નિરીક્ષકોને મોકલી તમામ ધારાસભ્ય પાસેથી ફિડ બેક લેવામાં આવે છે. ત્યાર બાદ નિરીક્ષકો દ્વારા બે નામ દિલ્હી હાઇ કમાન્ડ સમક્ષ વિપક્ષ નેતા માટે મોકવામાં આવશે. આ બે નામમાંથી એક નામની પસંદગી દિલ્હી હાઇ કમાન્ડ કરશે. જા વિપક્ષ નેતા ઓબીસી સમાજમાંથી નિમણૂક કરવામાં આવશે. તો આવનાર સમયમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ બદલવાની સંપૂર્ણ શક્યતાઓ ઉભી થશે.
વિધાનસભાના જાણકાર સુત્રોએ આપેલી માહિતી મુજબ, વિધાનસભામાં વિપક્ષ નેતા માટે કોઇ ૧૦ ટકા બેઠકવાળો નિયમ નથી. માત્ર જે પાર્ટી બીજા નંબર પર હોય તે પાર્ટીને વિપક્ષ પદ મળવા પાત્ર છે. આથી ગુજરાત વિધાનસભામાં બીજા નંબરની પાર્ટી તરીકે હાલ કોંગ્રેસ પક્ષ ૧૭ બેઠક સાથે છે. તો વળી આપ પાર્ટી ત્રીજા નંબર છે. તેથી વિપક્ષ નેતાનું પદ કોંગ્રેસ મળી શકશે. આ ઉપરાત તમામ મળતી વિપક્ષ નેતાની સુવિધાઓ પણ મળશે. બગલો , ગાડી અને ઓફિસ ઉપરાત કેબિનેટ કક્ષાનો દરજ્જા પણ વિપક્ષ નેતા મળશે.
૨૦૨૨ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ૧૫૬ બેઠક જીત ભવ્ય ઇતિહાસ સર્જ્‌યો છે. અત્યાર સુધી ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ બેઠક મેળવાનો કોગ્રેસ નેતા માઘવસિંહ સોલંકીનો ૧૪૯ બેઠકનો રેકોર્ડ હતો. ૧૯૮૫મા કોંગ્રેસે ૧૪૯ બેઠકો જીતી હતી. આ રેકોર્ડ હતો અને હવે સૌથી ઓછી બેઠક મેળવાનો પણ રેકોર્ડ કોંગ્રેસના નામે નોધાયો છે.
ગુજરાત સ્થાપના બાદ થયેલી તમામ વિધાનસભા બેઠકમાં સૌથી વધુ કંગાળ પ્રદર્શન ગુજરાત કોંગ્રેસનું રહ્યું છે. સૌથી વધુ બેઠક કોંગ્રેસ સાશનમાં ૧૯૮૫માં મળી હતી. તો સૌથી ઓછી બેઠક મળવાનો રેકોર્ડ પણ ગુજરાત કોંગ્રસે ૨૦૨૨ માં બનાવ્યો છે. ૧૯૮૫ વર્ષ ચૂંટણીમાં માંધવસિંહ સોલંકીની ખામ થિયરીના પગલે કોંગ્રેસને સૌથી વધુ રેકોર્ડ બ્રેક ૧૪૯ બેઠક મળી હતી. ત્યાર બાદ ૧૯૯૦માં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસ સૌથી ઓછી ૩૩ બેઠક મળી હતી. ત્યાર બાદ થયેલા તમામ ચૂંટણીમાં ૫૦ થી લઇ ૮૦ બેઠક સુધી કોંગ્રેસ જીત મેળવતા હતી. પરંતુ ૨૦૨૨ ચૂંટણી સૌથી ઓછી બેઠક ૧૭ મેળવી એક નવો જ રેકોર્ડ કોંગ્રેસ પોતાના નામે નોંધ્યો છે. કોંગ્રેસનું આઝાદી પછી સૌથી ખરાબ પ્રદર્શન ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં રહ્યું છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x