ગુજરાત

અરવલ્લી જિલ્લા ની સાર્વજનિક હોસ્પિટલ ની મુલાકાત લેતા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમાર

આજ રોજ તારીખ: ૨૧-૧૨-૨૦૨૨ને બુધવારના રોજ ડો. રસિકલાલ શાહ સાર્વજનિક હોસ્પિટલ મોડાસા ખાતે ગુજરાત રાજ્ય સરકારના રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભીખુસિંહજી પરમાર એ મુલાકત લીધી, સાથે સાથે જુદાજુદા વિભાગોની મુલાકત પણ લીધી. જેમાં સંસ્થાના માનદમંત્રી પિયુષભાઈ પટેલ હાજર રહેલ. હોસ્પિટલના ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ રાકેશ પટેલ હોસ્પિટલની આરોગ્યલક્ષી તમામ કામગીરીની વિગતવાર ચર્ચા કરી. હોસ્પિટલ ખાતે સરકારશ્રીની PMJY યોજનાનો લાભ મળે તો અરવલ્લી તથા આસપાસની ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને આ યોજનાનો લાભ આપી નિ:શુલ્ક સારવાર આપી શકાય, જે માટે મંત્રીશ્રીને યોગ્ય રજુઆત કરવામાંઆવી

મોડાસા સાર્વજનિક હોસ્પિટલ એ વન માં મીઠી વીરડી સમાન ગરીબ દર્દીઓને સમયસર સારવાર આપતી રાજસ્થાન-પંચમહાલ, મહીસાગર અને દાહોદ જિલ્લામાં થી પણ દર્દીઓને રાહત દરે સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવે છે અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના દર્દીઓને કોરોના સમય દરમિયાન ખુબજ આશીર્વાદ સમાન નીવડી હતી ત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર હજુ વધુ સેવાઓ પુરી પાડવા તેમજ રાજ્ય ની સેવાભાવી સંસ્થાઓ અને દાતાઓ આગળ આવે તો ગરીબ દર્દીઓને તેમજ મધ્યમવર્ગીય જનતા ને ખુબજ ઉપયોગી થશે

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *