કોવિડ 19 ના કારણે અભ્યાસ પર અસર પડેલ કિશોરીઓ માટેનો પ્રોગ્રામ શરૂ કરવા તાલીમ વર્ગ યોજાયો.
કોમ્યુટીની ધ યુથ કલેક્ટીવ દિલ્હી દ્વારા ત્રણ દિવસ નો જાગ્રિક પિયર ટ્યુટર એક પહેલ બુટકેમ્પ પ્રોગ્રામ અમદાવાદ મુકામે રાખવામાં આવેલ.જેમાં ગુજરાત ની અન્ય સંસ્થાઓ સાથે સર્વોદય મહિલા જાગૃતિ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ ગુલનાર બહેન પઠાણ સાથે હિંમતનગર ના પ્રોગ્રામ ફેસિલેટર કરામતખાન પઠાણ કોવીડ ૧૯ ના કારણે અભ્યાસ પર અસર પડેલ બસ્સો પચાસ કિશોરીઓ કે જેઓ સ્કૂલમાં નિયમિત આવતી નથી,અભ્યાસ માં કમજોર છે,તેઓની ગ્રહણ શક્તિ વધારવા સાથે સંખ્યાત્મક સાક્ષરતા કૌશલ્ય વધારવા સામાજિક ભાવનાત્મક શિક્ષણ અને ભાષાકીય અભ્યાસ સાથે વેલ બીઇંગ નો આઠ મહિના સુધી અભ્યાસ કરાવનાર પિયર ટ્યુટર તરીકે જોડાયેલ સાદાબ હસનજી, ઝુહિયા ખાન પઠાણ,સાનિયા મુત્વલ્લી, સાદેકા મોડાસિયા, સુમૈયા મામુ, અલ્ફિયા મેમણ, સાયમા મેમણ,મરિયમ અલજીવાલા, ફાતેમાખાતુન ઇમામ, ફાતેમા ખાતુન ચોરીવલા,મરિયમ હસનજીએ કોમ્યુટીની ધ યુથ કલેક્ટીવ ના ડાયરેક્ટર શ્રીમાન રાજેશ નંદન સિંહ મહેર અને પ્રોગ્રામ ઓફિસર સાનીયાજી દ્વારા ઊર્જાઘરના ડાયરેક્ટર વકાર ભાઈ કાજી ની ઉપસ્થિતિ માં તાલીમ મેળવેલ.મદ્રેસા હાઇસ્કુલ ના પ્રિન્સીપાલ શ્રી જહુર ભાઈ મૂત્વલ્લી અને મદ્રેસા મોઈનુલ ઇસ્લામ ના પ્રિન્સીપાલ યાસ્મીના બેન ઈડરિયા નો સહયોગ પ્રોગ્રામ ચલાવવામાં આગળ મળી રહેશે. પ્રોગ્રામ નું સફળ સંચાલન રેહાના બેન કુરેશીએ કરેલ.