ગુજરાત

કાયદાકીય જાગૃતિ સેમીનાર તથા મહિલા કલ્યાણલક્ષી યોજનાઓના માર્ગદર્શન અગેનો સેમિનાર યોજાયો

મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લી શ્રી,એસ.કે.શાહ. એન્ડ શ્રી કૃષ્ણ ઓ.એમ.આટર્સ કોલેજ,મોડાસા અને મહિલા અને બાળ અધિકારીની કચેરી અરવલ્લીના સંયુકત ઉપક્રમે “ધરેલું હિંસા અધીનીયમ-૨૦૦૫” અંતર્ગત કાયદાકીય જાગૃતિ સેમીનાર તથા મહિલા કલ્યાણલક્ષી યોજનાઓના માર્ગદર્શન અગેનો સેમિનાર શ્રી,એસ.કે.શાહ.એન્ડ શ્રી કૃષ્ણ ઓ.એમ.આટર્સ કોલેજ કેમ્પસમાં યોજાયો.

કાર્યક્રમના સમારંભના અધ્યક્ષશ્રી મહેન્દ્રભાઈ વી શાહ(મામા) ઉપપ્રમુખશ્રી મ.લા.ગાંધી.ઉચ્તર કેળવણી મંડળ મોડાસા, શ્રી હસીનાબેન જી મનસુરી, મહિલા અને બાળ અધિકારીશ્રી, મહિલાઓને મળેલા અધિકાર અને સમાજમાં થતી ઘરેલું હિંસા વિશે વિસ્તૃત સમજ આપેલ. તેમજ શ્રી રાકેશભાઈ પ્રજાપતિ, કે.એ.મોદી MSW કોલેજના આચાર્યશ્રી,એ કાયદા વિષયક માર્ગદર્શન અને સમાજમાં થતી હિંસા વિશેની વિસ્તૃત માહિતી આપેલ. તેમજ ડૉ નરેશભાઈ વી મેણાત, દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી, એ સમાજમાં થતી ઘરેલું હિંસા વિશે અને જિલ્લામાં થતા ધરેલું હિંસાના કેસો વિશે ની વિસ્તૃત માહિતી આપેલ. તેમજ મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીમાં ચાલતી વિવિધ મહિલાલક્ષી યોજનાકીય માહિતી આપવામાં આવી તથા સખી વન સ્ટોપ સેન્ટર,પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર અને ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની વિસ્તૃત માહિતી ડેમોસ્ટ્રેશન ધ્વારા આપવામાં આવી.તેમજ રોજગાર કચેરી ધ્વારા રોજગાર અને અનુબંધન પોર્ટલ વિશેની માહિતી આપવામાં આવી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *