ચોઇલા પ્રણામી મંદિરમાં 108 તારતમ સાગર પારાયણ મહોત્સવમાં ભક્તિનો માહોલ છવાયો
પાટીદાર સમાજના હજારો શ્રદ્ધાળુઓ ત્રણ દિવસ દરમિયાન પારાયણમાં ઉમટી પડ્યા
તારીખ18થી 24 સુધી સાત દિવસ ચાલનારા પારાયણમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે
બાયડ તાલુકાના ચોઇલા ગામે આવેલ પ્રણામી મંદિરમાં 108 તરતામ સાગર પારાયણ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બાયડ તાલુકાના ચોઈલા ગામે 108 તારતમ સાગર પારાયણ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 18થી 24 સુધી ચાલનારા સાત દિવસીએ પારાયણમાં પાટીદાર સમાજના હજારો શ્રદ્ધાળુ ઉમટી પડ્યા હતા.
ચોઇલાલા ગામે આવેલ પ્રણામી મંદિર સમાજ માટે આસ્થાનું પ્રતીક છે. ત્યારે આ મહોત્સવમાં સ્વયંભૂ હજારો યુવાનો સેવા આપી રહ્યા છે સાત દિવસ ચાલનારા આ મહોત્સવમાં ગુરુ પૂજન શોભાયાત્રા શ્રી પારાયણ વગેરે કાર્યક્રમો યોજાનાર છે ગામમાં નીકળે શોભાયાત્રામાં હજારો પાટીદાર સમાજના શ્રદ્ધાળુઓ જોડાયા હતા મહોત્સવના પ્રથમ દિવસે જામનગરના જગતગુરુ આચાર્ય કૃષ્ણમણિજી મહારાજ હાજર રહ્યા હતા.
દરરોજ રાત્રે રાસ ગરબાનું પણ ભવ્ય આયોજન હાથ ધરવામાં આવેલ છે આમાં ઉત્સવમાં શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મ અંગે સંતો દ્વારા જુદા જુદા પ્રવચન પણ આપવામાં આવતા સમગ્ર ગામમાં ભક્તિનો માહોલ ઊભો થયો હતો.
40 બોટલ રક્ત એકત્ર કરાયું
ગામમાં ભક્તિના માહોલ સાથે રક્તદાન કેમ્પનું પણ આ સ્થળે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્વૈચ્છિક યુવાનોએ 40 બોટલ લોહી નું દાન કર્યું હતું આ રક્તદાન કેમ્પનું આયોજન યશ પાટીદાર, ડોક્ટર મનુભાઈ ગઢવી ચૈતાલી પટેલ ચિરાગ પરમાર વગેરે દ્વારા કરવામાં આવ્યું હતું